રાજુ શ્રીવાસ્તવને હાર્ટ ઍટેક બાદ હાલત 'ગંભીર થતાં વૅન્ટિલેટર પર' મુકાયા

શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (12:02 IST)
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું મગજ હવે સાથ નથી આપી રહ્યું, પીએમ મોદીએ પત્ની સાથે વાત કર્યા બાદ શક્ય તમામ મદદની ખાતરી આપી.

હાર્ટ એટેક બાદ 45 કલાકથી વેન્ટિલેટર પર રહેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ઘણી નાજુક છે. તેની હાર્ટ સર્જરી થઈ છે પણ હવે બ્રેન સપોર્ટ નથી કરી રહ્યો છે. જેના કારણે તબીબોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા સાથે ફોન પર વાત કરી છે. તેમની ઝડપી પુનઃપ્રાપ્તિ અને શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી. પીએમ મોદીએ AIIMSના ડોક્ટરો સાથે પણ વાત કરી છે અને સમગ્ર સ્થિતિ વિશે પૂછપરછ કરી છે.

 
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે જાણીતા કૉમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવને હાર્ટ ઍટેક બાદ સ્થિતિ ગંભીર થતાં AIIMS ખાતે ICUમાં ખસેડાયા હતા. જ્યાં તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
 
બુધવારે હાર્ટ ઍટેક બાદ 58 વર્ષીય સ્ટેન્ડ-અપ કૉમેડિયનને હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર