પુષ્પા-2'ની આ બ્યુટી રિયલ લાઈફમાં છે 'હીરો', 21 વર્ષની વાયમાં જ 2 બાળકોને લીધા દત્તક

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2024 (23:20 IST)
sreeleela pushpa 2 actress
'પુષ્પા-2' (પુષ્પાઃ ધ રૂલ) ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. પુષ્પા-2 ફિલ્મ અને ગીતોને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પુષ્પા-2ની એક સુંદર હિરોઈન પણ આ દિવસોમાં ચર્ચામાં છે. આ હિરોઈનનો ડાન્સનો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ સુંદર અભિનેત્રી રિયલ લાઈફમાં પણ હીરો છે. માત્ર 21 વર્ષની ઉંમરે આ અભિનેત્રી અવિવાહિત માતા બની હતી. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ સાઉથની અભિનેત્રી 'શ્રીલીલા' છે. શ્રીલીલાએ 'પુષ્પા-2'માં પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી દીધા છે. પરંતુ માત્ર 23 વર્ષની ઉંમરે 12થી વધુ ફિલ્મો અને ડઝનબંધ ગીતોમાં ડાન્સ કરનાર શ્રીલીલા કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. 
sreeleela pushpa 2 actress
21 વર્ષની ઉંમરે બની મા 
 
વર્ષ 2001માં જન્મેલી શ્રીલીલાએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 10 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પુષ્પા-2માં શ્રીલીલાએ તેના ડાન્સ મૂવ્સથી દેશભરના લોકોને સીટી મારવા મજબૂર કર્યા છે. 2019માં આવેલી ફિલ્મ 'કિસ'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર શ્રીલીલા માત્ર 23 વર્ષની ઉંમરે સ્ટાર બની ગઈ છે. શ્રીલાલા જેટલી સુંદર છે, તેટલું જ તેનું વ્યક્તિત્વ પણ સુગંધિત છે. શ્રીલીલાએ વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં 2 વિકલાંગ બાળકોને દત્તક લીધા હતા. બન્યુ એવું કે શ્રીલીલા અનાથાશ્રમમાં ગઈ હતી. અહીં શ્રીલીલાએ બે વિકલાંગ બાળકોને જોયા જેમની પીડા તે જોઈ શકી નહિ.  શ્રીલીલાએ એ જ ક્ષણે આ બંને બાળકોને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે, શ્રીલીલાએ 10 મહિનાના ગુરુ અને એક છોકરી શોભિતાને દત્તક લીધા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)

 
હજુ સુધી નથી કર્યા લગ્ન  
શ્રીલીલા દક્ષિણ ફિલ્મ જગતની સ્ટાર છે. શ્રીલીલાએ અત્યાર સુધી 10 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ શ્રીલીલાએ પુષ્પા-2ના એક આઈટમ સોંગમાં પોતાનો જાદુ બતાવ્યો છે. શ્રીલીલા માત્ર 23 વર્ષની છે અને તે સુપરસ્ટાર બનવાના માર્ગે છે. શ્રીલીલાએ હજુ લગ્ન કર્યા નથી. જોકે, ફેંસ શ્રીલીલાના અફેર વિશે અટકળો લગાવતા રહે છે. પરંતુ હજુ સુધી કોઈનું નામ ખુલીને સામે આવ્યું નથી.

સંબંધિત સમાચાર

Next Article