શિલ્પા શેટ્ટીના ઘરે ED ની રેડ, ઈડીએ આપી હતી ઘર ખાલી કરવાની નોટિસ

શુક્રવાર, 29 નવેમ્બર 2024 (11:44 IST)
પોર્નોગ્રાફી મામલે શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુદ્રાના સાંતાક્રૂઝ સ્થિત રહેઠાણ પર શુક્રવારે ઈડીની રેડ પડે છે. મળતી મહિતી મુજબ આ રેડ સવારે 6 વાગ્યાથી ચાલી રહી છે.. આ મામલે પહેલા રાજ કુદ્રાની ધરપકડ થઈ ચુકી છે.  ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિના રહેઠાણ  સહિત અન્ય લોકેશન પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.  તપાસ એજંસી 15 લોકેશન પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મહારાષ્ટ્ર સહિત ઉત્તરપ્રદેશના અનેક સ્થાન પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 
 
ઈડીએ આપી હતી ઘર ખાલી કરવાની નોટિસ  
ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુદ્રા પર બિટકાઈન દ્વારા મની લૉંડ્રિંગનો આરોપ લાગ્યો છે. જેના કારણે ઈડીએ આ મામલાનીએ  તપાસ કરી હતી.  જ્યારબાદ 3 ઓક્ટોબરના રોજ ઈડીએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુદ્રાને જુહૂના બંગલે અને પુણેના ફાર્મહાઉસને ખાલી કરવાની નોટિસ આપી હતી.  આ નોટિસના વિરુદ્ધ રાજ કુંદ્રાએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.  27 નવેમ્બરના રોજ ઈડીએ રેડ ની નોટિસ આપી હતી.  જો કે કોર્ટની સુનાવણી ને કારણે રેડ આજે 29 નવેમ્બરના રોજ પડી છે.  સવારે 6 વાગ્યાથી ઈડીની ટીમ શિલ્પા શેટ્ટીના ઘરે પહોચી ગઈ હતી.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર