ED એ શિલ્પા શેટ્ટીનો ફ્લેટ કર્યો જપ્ત, રાજ કુંદ્રનો બંગલો અને શેયર પણ સામેલ, મની લૉંડ્રિંગ કેસમાં 97 કરોડની પ્રોપર્ટી અટેચ

ગુરુવાર, 18 એપ્રિલ 2024 (14:07 IST)
shilpa shetty
વર્તમાન નિદેશાલયે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની 98 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી છે. જેમા શિલ્પા શેટ્ટી જુહુવાળો ફ્લેટ અને રાજ કુદ્રાના નામ પર રજિસ્ટર્ડ બંગલો અને ઈકવિટી શેયરનો સમાવેશ છે. મામલો 2002ના બિટકોઈન પૉન્જી સ્કીમ સ્કેમમાં મની લૉન્ડ્રીંગ સાથે જોડાયેલ છે.  ED એ  X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. 
 
બિટકોઈન પૉન્જી સ્કીમ સાથે જોડાયેલ મામલો 
તપાસ એજંસીનો આરોપ છે કે આરોપીઓએ  બિટકોઈનના રૂપમાં દરમહિને 10%ના ખોટા વચન સાથે લોકોને બિટકોઈન  (2017 માં જ 6600 કરોડ રૂપિયા કિમંત) ના રૂપમાં મોટી રકમ એકત્ર કરી હતી. આ બિટકોઈનનો ઉપયોગ માઈનિંગમાં થવાનો હતો. પણ પ્રમોટરોએ રોકાણકરોને દગો આપ્યો અને ખોટી રીતે મેળવેલ બિટકોઈનને ઓનલાઈન વોલેટમાં સંતાડી દીધા. 
 
ડીલ ફેલ થઈ ગઈ અને ઈનવેસ્ટર્સને તેનો ફાયદો ન આપવામાં આવ્યો. દાવો કરવામાં આવે છે કે કુંદ્રાને યૂક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ સ્થાપિત કરવા માટે ગેન બિટકોઈન પૉન્જીના માસ્ટરમાઈંડ અને પ્રમોટર અમિત ભારદ્વાર પાસેથી 285 બિટકોઈન પ્રાપ્ત થયા જે તેમની પાસે હજુ પણ છે. જેની વર્તમાન કિમંત 150 કરોડ રૂપિયાથી વધુ છે. 
 
આ કેસમાં પ્રથમ ફરિયાદ 11 જૂન 2019ના રોજ દાખલ કરવામાં આવી હતી અને પૂરક ફરિયાદ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દાખલ કરવામાં આવી હતી. જે બાદ વિશેષ પીએમએલએ કોર્ટે આના પર કાર્યવાહી કરી હતી. અગાઉ EDએ 69 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
 
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલ જઈ ચૂક્યા છે
મોબાઈલ એપ્સ પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને અપલોડ કરવા બદલ જુલાઈ 2021માં રાજની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 2 મહિના પછી તેને જામીન મળી ગયા, ત્યારબાદ 2022માં તેણે CBIને પોતાની નિર્દોષતા અંગે અપીલ કરી. રાજે ગયા વર્ષે ફિલ્મ 'UT 69' દ્વારા લોકો સમક્ષ આરોપોના સમયથી લઈને જેલમાં વિતાવેલા બે મહિના સુધીની તેની સંપૂર્ણ વાર્તા કહી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર