'લતા દીનાનાથ મંગેશકર' એવોર્ડથી સન્માનિત થશે અમિતાભ બચ્ચન, આ કારણે આપવામાં આવી રહ્યો છે આ પુરસ્કાર

બુધવાર, 17 એપ્રિલ 2024 (13:35 IST)
બોલીવુડના શહેનશાન અમિતાભ બચ્ચને ફિલ્મી કરિયરમાં બોલીવુડને અનેક હિટ ફિલ્મો આપી છે. બિગ બી ને ઈંડસ્ટ્રીમાં લગભગ પાંચ દાયકા થઈ ચુક્યા છે. 1969માં તેમણે ફિલ્મ સાત હિન્દુસ્તાની દ્વારા પોતાના બોલીવુડ ડેબ્યુની શરૂઆત કરી ત્યારબાદ તેમણે ઝંજીર', 'શોલે', 'અમર અકબર એન્થની', 'ડોન' જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી.  બિગ બી પોતાની મહેનત અને સંઘર્ષના દમ પર આજે સફળતાની જે બુલંદીઓ પર પહોચ્યા છે જે આવનાર અનેક દાયકાઓમા અનેકના નસીબમાં નહી હોય.   કદાચ તેથી જ તો અમિતાભને સદીના મહાનાયક પણ કહેવામાં આવે છે.  બીજી બાજુ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને તેમના કામ માટે અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. આવામાં હવે બિગ બી ના એવોર્ડની લિસ્ટમા જલ્દી જ એક વધુ નામ જોડાવવા જઈ રહ્યુ છે. 
 
બિગ બી ને આ કારણે આપવામાં આવી રહ્યો છે આ પુરસ્કાર 
જી હા તાજેતરમાં સમાચાર આવ્યા છે કે બિગ બી એટલે કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે મંગળવારે આની જાહેરાત કરી. પરિવર અને ટ્રસ્ટે લતા મંગેશકરની યાદમાં આ પુરસ્કારની શરૂઆત કરી હતી. જેમનુ 6 ફેબ્રુઆરે 2022માં નિધન થઈ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેને સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યુ હોય. સૌ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2023માં  આ એવોર્ડ લતા મંગેશકરની બહેન આશા ભોસલેને આપવામાં આવ્યો હતો.  બીજી બાજુ હવે બિગ બીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.  બિગ બી ને આ સમ્માન લતા મંગેશકરના પિતા અને સંગીત જગતના દિગ્ગજ દીનાનાથ મંગેશકરની સ્મૃતિ દિવસ પર 24 એપ્રિલના રોજ આપવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર