Happy Birthday Nawazuddin Siddiqui: કેમિસ્ટથી લઈને વૉચમેન સુધી- સી ગ્રેડ ફિલ્મોમાં કર્યો કામ

Webdunia
શુક્રવાર, 19 મે 2023 (11:53 IST)
HBD Nawazuddin Siddiqui: બૉલીવુડની દુનિયામાં તેમના એક્ટિગથી લાખો દિલ પર રાજ કરતા નવાજુદ્દીન સિદ્દીકી હવે કોઈ ઑળખ પર નિર્ભર નથી કરિયરમાં લાંબા સંઘર્ષ બાદ નવાઝુદ્દીન ધીમે ધીમે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં તેમનો એક જુદો જ મુકામ બનાવી લીધો છે. આજે હિંદી સિનેમાના મજબૂત સ્તંભ નવાજુદ્દીન સિદ્દીકીનો જનમદિવસ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ અભિનેતાના સંઘર્ષની વાર્તા.
 
- નાનપણથી જ આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો
- 19મી મે 1974ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક નાનકડા ગામ બુઢાનામાં જન્મેલા નવાઝુદ્દીને દુનિયાને મહેનત, સમર્પણ અને ધીરજનો અર્થ સમજાવ્યો. નાનપણથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા નવાઝે પોતાના ગામ છોડીને જવાનું મન બનાવી લીધું હતું. 
 
- હરિદ્વારના ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલયમાંથી રસાયણશાસ્ત્રમાં બીએસસી પૂર્ણ કર્યા પછી, નવાઝે ગુજરાતના વડોદરામાં એક કંપનીમાં રસાયણશાસ્ત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું..ત્યારબાદ નવાઝુદ્દીન દિલ્હી ગયા અને થોડા સમય પછી વર્ષ 1996માં તેણે એક્ટિંગની દુનિયામાં ચમકવા માટે 'નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા'માં પ્રવેશ મેળવ્યો. 
 
- દિલ્હીમાં ઘણા વર્ષો વિતાવ્યા બાદ નવાઝે મુંબઈ જવાનું નક્કી કર્યુંનવાઝે પોતાના કરિયરની શરૂઆત 1999માં આવેલી ફિલ્મ 'સરફરોશ'થી કરી હતી.
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

Next Article