Urvashi Rautela Cannes Film Festival
Urvashi Rautela Cannes Film Festival 2023: ઉર્વશી રૌતેલા હંમેશા તેના અનોખા ડ્રેસિંગ સેન્સ માટે લોકોનું ધ્યાન ખેંચે છે. બુધવારે, અભિનેત્રીએ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023'ના તેના પ્રથમ ફોટા અને વીડિયો શેર કર્યા, ઉર્વશી રૌતેલાએ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં ગુલાબી રંગનો ગાઉન પહેર્યો હતો. કાનમાં ગોલ્ડન 'ક્રોકોડાઈલ' નેકલેસ અને કાનમાં પણ તેની સાથે મેચિંગ રેપટાઈલ્સ પહેર્યા હતા. ફ્રેન્ચ રિવેરા ખાતે 76મો 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023'16 મે મંગળવારથી શરૂ થયો છે, જેમાં દેશ-વિદેશના તમામ સ્ટાર્સ પહોંચ્યા છે.
ગયા વર્ષે 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મા ઉર્વશીને અનેક ડિઝાઈનર લુકમાં જોવા મળી હતી. આ વખતે તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પિંક ગાઉન પહેર્યુ હતુ. ઉર્વશીના 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'નો આ ફર્સ્ટ લૂક છે. અભિનેત્રીએ પોતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો અને વીડિયો શેર કર્યા છે, ફેંસ તેના લુકના વખાણ કરી રહ્યા છે પરંતુ કેટલાક તેના ગોલ્ડન 'ક્રોકોડાઈલ' નેકલેસ માટે તેને ટ્રોલ કરી રહ્યા છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું, "76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટનું ઉદઘાટન..."
અભિનેત્રીના વીડિયો પર એક યૂઝરે કમેંટ કર્યુ, ગળામાં મગરમચ્છ જો જીવતો થઈ ગયો તો ફોટોશૂટ છોડીને ભાગી જશો. એક અન્ય યૂઝરે કહ્યુ, આ પૈસા સ્ટાઈલ છે. ગરોડીનો હાર પહેરી લીધો. એકે લખ્યુ આના ગળામાં શુ છે ? જો કે કેટલાક ફેંસને તેનુ લુક ગમ્યુ છે. એક ફૈને ઉર્વશીને કાન્સ 2023ની રાની કહી.