એલએસી પર ચીની સેના સાથેની હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ ચીનમાં આ અથડામણમાં 43 સૈનિકો પણ માર્યા ગયા છે. જો કે, ચીન દ્વારા આની ચોખવટ થઈ નથી. ભારતીય સૈન્યને આ મોટી ખોટ પર અભિનેતા વિકી કૌશલે ટ્વિટર પર પોતાના વિચાર લખ્યા છે.
તમામ યુઝર્સે વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકની તસ્વીરો, ક્લિપ્સ અને સંવાદો લખ્યા છે. ઘણા લોકો આ ઘટના પછી ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી રહ્યા છે. લોકો આ ઘટનાને ઉરી સાથે કનેક્ટ કરીને જોઈ રહ્યા છે જ્યારે ભારતે પોતાના વીરોના સ્વાભિમાનનો બદલો લીધો હતો.
ઉરી અને પુલવામાંમાં ભારતને નુકશાન પહોચાડનારો દુશ્મન પણ ચીનનો દોસ્ત પાકિસ્તાન જ હતો. આ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે બદલો લીધો હતો. ઉરીમાં થયેલ હુમલામાં ભારતના જવાન 19 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલો સવારે સાઢા પાંચ વાગે આતંકવાદીઓએ ઉરીમાં સ્થિત ભારતીય સેનાના બ્રિગેડ હેડકવાર્ટર પર કર્યો હતો. આતંકવાદીઓએ 3 મિનિટમાં 17 હૈંડ ગ્રેનેડ ફેક્યા હતા.