રથયાત્રા પહેલા ફેક કોલ મળતા કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી

Webdunia
બુધવાર, 26 જૂન 2019 (12:11 IST)
રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની પરીક્ષા લેવાતી હોય તેમ ફેક કોલના બનાવો વધ્યા છે. નેહરુનગર BRTS બસમાં, નારોલમાં કચરાપેટી બાદ ગઈકાલે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ત્રણ દરવાજા પાસે ફુલગલીમાં યુસુફ પઠાણ નામનો માણસ ISIS સાથે જોડાયેલો છે અને રથયાત્રામાં કંઈક કરશે તેવી સંભાવના છે. મેસેજના પગલે કારંજ પોલીસ તાત્કાલિક ફુલગલીમાં પહોંચી યુસુફની તપાસ કરી હતી જો કે એવી કોઈ વ્યક્તિ મળી ન આવતા પોલીસને રાહત થઈ હતી. પરંતુ આરોપીનો નંબર ટેક્નિકલ સર્વેલન્સમાં મળતા તેના ઘરેથી ધરપકડ કરાઇ હતી.

પોલીસ કંટ્રોલરૂમમાં મળેલા મેસેજના પગલે કારંજ પોલીસ સહિતનો ફાફલો ફુલગલીમાં જઇ આસપાસના લોકો પાસે જઇ યુસુફ પઠાણ નામના યુવક છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસને તે નામનો કોઈ ઇસમ મળી આવ્યો ન હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે નંબરની તપાસ કરતા તેના ઘરે જઇને તેની ધરપકડ કરી હતી. પોલીસે યુસુફ પઠાણ નામના ઇસમની પૂછપરછ કરતા આ નામનો કોઇ વ્યક્તિ ન હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં ભય અને ગભરાહટનો માહોલ ફેલાવા માટે આરોપીએ ફોન કર્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article