દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત કહે છે. સૂર્યાસ્ત પછી રાત થતા પહેલાનો સમય પ્રદોષ કાળ કહેવાય છે. આ વ્રતમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનુ હોય છે. વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવને બેલ પત્ર, ગંગાજળ, ચોખા, ધૂપ, દિપ સહિત પૂજા કરો. સાંજે ફરીથી સ્નન કરીને આ જ રીતે શિવની પૂજા કરવી જોઈએ. આ રીતે પ્રદોષનુ વ્રત કરવાથી વ્રતીને પુણ્ય મળે છે.
પ્રદોષ વ્રત કથા
પ્રાચીન સમયની વાત છે. કોઈ નગરમાં એક શેઠ રહેતો હતો તે અત્યંત દયાળુ હતા. તેમને ત્યાંથી કોઈપણ ક્યારેય ખાલી હાથે ન જતું હતું પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. જેને કારણે તેઓ ઘણા દુઃખી હતા. એક દિવસ તેમણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો. જેવા તેઓ નગરની બહાર નિકળ્યા હતા કે તેમને એક વિશાળ વૃક્ષની નીચે સમાધઘી લગાવી એક તેજસ્વી સાધુને જોયા. બંનેએ વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લઈ આગળ યાત્રા કરીએ. પતિ-પત્ની બંને સમાધીકાલીન સાધુની સામે હાથ જોડી બંસી ગયા અને તેમની સમાધી તૂટે તેની પ્રતીક્ષા કરતા રહ્યા. સવારથી સાંજ અને પછી ફરીથી રાત પડી ગઈ, પરંતુ સાધુની સમાધી ન તૂટી. પણ તે બંને પતિ-પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા. અંતે બીજા દિવસે સવારે સાધૂ સમાધીથી ઊઠ્યા. પતિ-પત્નીને ત્યાં બેસેલા જોઈએ સાધુ મહારાજ બોલ્યા- હું તમારી અંતરમનની કથા જાણી ગયો છું. હું તમારા ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું. સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેમને શનિ પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાનની નીચેની વંદના બતાવી...
हे रुद्रदेव शिव नमस्कार। शिव शंकर जगगुरु नमस्कार॥
हे नीलकंठ सुर नमस्कार। शशि मौलि चन्द्र सुख नमस्कार॥
हे उमाकान्त सुधि नमस्कार। उग्रत्व रूप मन नमस्कार ॥
ईशान ईश प्रभु नमस्कार। विश्वेश्वर प्रभु शिव नमस्कार॥
તીર્થયાત્રા કરીને ઘરે પરત ફર્યા બાદ તેમને નિયમપૂર્વક શનિ પ્રદોષ વ્રત કર્યા. થોડા સમય પછી શેઠની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. શનિ પ્રદોષ વ્રતના પ્રભાવથી તેમની ત્યાંનો અંધકાર પ્રકાશમાં બદલાય ગયો.