Rishi Panchami Vrat 2024: જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

Webdunia
રવિવાર, 8 સપ્ટેમ્બર 2024 (08:46 IST)
Sama Pacham Vrat 2024 હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો મહિનો ચાલી રહ્યો છે.  કેવડાત્રીજ પછી આજે લોકો  ઋષિ પંચમીની કરી રહ્યા  છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 8 સપ્ટેમ્બર એટલે કે રવિવારના દિવસે ઉજવાશે.  હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ઋષિ પંચમીનું વ્રત કરવાથી પરિણીત મહિલાઓને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. આ સિવાય વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહે છે. દર વર્ષે ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર વિનાયક ચતુર્થીના બીજા દિવસે આવે છે. આ પર્વના દિવસે સાત ઋષિઓ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવે છે. આ વ્રત જાણતા-અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ આપે છે. આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. પુરૂષો પણ પોતાની પત્નીઓ માટે આ વ્રત રાખી શકે છે.આવો જાણીએ  ઋષિ પંચમીનુ શુભ મુહુર્ત અને પૂજા વિધિ.. 
 
ઉલ્લેખનીય છે કે  ઋષિ પંચમી વ્રતનુ મહત્વ વિશે વિશેષ પ્રચલન આ વાતનુ છે કે જો કોઈ સ્ત્રી પોતાના જીવનમાં કોઈ કારણે કોઈ પાપ કર્યું  છે તો અને તે તેના પરિણામને ભોગવવા મ હોય તો  ઋષિ પંચમીના દિવસે વ્રત કરીને  પાપથી મુક્ત થઈ શકે છે. આ સાથે જ સુહાગન મહિલાઓએ  ઋષિ પંચમી વ્રત કરવાથી મનપસંદ ફ્ળ પ્રાપ્ત થાય છે.  ઉલ્લેખનીય છે કે  ઋષિ પંચમી વ્રતમાં મહિલાઓ સપ્તઋષિની વિધિ વિધાનથી પૂજા કરે છે. 
 
પંચાંગ અનુસાર આ વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ 7 સપ્ટેમ્બરે સાંજે 05.37 વાગ્યે શરૂ થશે અને 8 સપ્ટેમ્બરે સાંજે 07.58 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયતિથિ અનુસાર ઋષિ પંચમીનું વ્રત 8 સપ્ટેમ્બરે જ રાખવામાં આવશે.
 
ઋષિ પંચમી વ્રતની પૂજા વિધિ 
 
-  ઋષિ પંચમીના દિવસે સ્ત્રીઓ સૂર્ય નીકળતા પહેલા સ્નાન કરે. 
- ત્યારબદ મહિલાઓ પૂજા સ્થાન પર ચોક બનાવીને સપ્તઋષિની પ્રતિમા બનાવે છે. 
- પૂજાની તમામ સામગ્રી જેમ કે ધૂપ, દીવો, ફળ, ફૂલ, ઘી, પંચામૃત વગેરે એકત્રિત કરો.
- પોસ્ટ પર લાલ કે પીળું કપડું પાથરીને સપ્તર્ષિનું ચિત્ર સ્થાપિત કરો અને કળશમાં ગંગા જળ ભરીને રાખો.
- જો તમે ઈચ્છો તો તમારા ગુરુનો ફોટો પણ લગાવી શકો છો.
- કળશમાંથી જળ લઈને સપ્તઋષિઓને અર્પણ કરો અને અગરબત્તી કરો.
- હવે તેમને ફળ, ફૂલ અને નૈવેદ્ય વગેરે અર્પણ કરો.
- પૂજા દરમિયાન સપ્તઋષિઓને ફળ અને મીઠાઈઓ અર્પણ કરો.
- સપ્તર્ષિઓના મંત્રોનો જાપ કરો અને અંતે તમારી ભૂલોની માફી માગો
- ધ્યાન રકહો કે વ્રત કરનારી સ્ત્રીએ અનાજનુ ભૂલથી પણ સેવન ન કરવુ 
- આ ઉપરાંત મહિલાઓએ ઉધાપનના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવુ. 

ઋષિ પંચમી 2024 પૂજા મંત્ર
 
कश्यपोत्रिर्भरद्वाजो विश्वामित्रोथ गौतमः,
जमदग्निर्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृताः,
दहन्तु पापं सर्व गृह्नन्त्वर्ध्यं नमो नमः.


સામા/ઋષિ પંચમીનું મહત્વ
ઋષિ પંચમી એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી, પરંતુ સપ્તર્ષિઓ અથવા હિન્દુ સંસ્કૃતિના સાત ઋષિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપવાસ છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મહિલાઓને માસિક ધર્મની સમસ્યાઓથી રાહત મળે છે. સાત ઋષિઓના નામ છે, કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ.


 

સંબંધિત સમાચાર

Next Article