રક્ષાબંધન 3 ઓગસ્ટ, સોમવારે ઉજવાશે. રક્ષાબંધન એ ભાઈબહેનનો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે. હિન્દુ પચાંગ મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે રક્ષાબંધનની ઉજવણી કેવી રીતે શરૂ થઈ. આવો જાણીએ રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક કથા
ધાર્મિક કથાઓ અનુસાર, રાજા બલીએ જ્યારે 110 યજ્ઞ કરી લીધા ત્યાર બાદ દેવતાઓનો ડર વધી ગયો. દેવતા ડરવા લાગ્યા કે યજ્ઞની શક્તિથી ક્યાંક સ્વર્ગલોકમાં પણ અધિકારના પ્રાપ્ત કરી લેશે તો..
બધા દેવો સ્વર્ગ લોકની રક્ષાના હેતુથી ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવવા કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલી પાસે ભિક્ષા માગવા ગયા. તેના ગુરુની સહેમતી ન હોવા છતાં પણ રાજા બલીએ ત્રણ પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલ વિષ્ણુ ભગવાનને કરી દીધું. તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ ત્રણ પગલામાંથી એક પગલામાં સ્વર્ગ લોક અને બીજા પગલામાં પૃથ્વી લોક પ્રાપ્ત કરી લીધું. હવે વારો હતો ત્રીજા પગલાનો રાજા બલી ખૂબ જ પરેશાન થઇ ગયો કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું ડગલું માંડે ત્યાજ તેમના પગ નીચે રાજા બલીએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીં મૂકી દો..
આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગ લોક અને પૃથ્વી લોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલીએ પાતાળ લોકમાં રહેવું પડ્યું. પરંતુ રાજાએ ભગવાન વિષ્ણુ પાસે બદલામાં વચન માંગ્યું. ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યુ જે પણ વચન જોઈએ માંગી લે. ત્યારે રાજાએ કહ્યું કે જ્યારે પણ હુ જોઉ ફક્ત તમને જ જોઉં, સૂતા જાગતા હુ તમને જ જોવા માંગુ છુ. . ભગવાને તથાસ્તુ કહ્યું અને રાજા સાથે પાતાળ લોકમાં રહેવાનું શરૂ કર્યું.
જ્યારે ભગવાન વિષ્ણુએ રાજા બલી સાથે મહેલમાં રહેવાનું શરૂ કર્યું, ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની ચિંતા કરવા લાગ્યા. માતા લક્ષ્મીએ તે જ સમયે ત્યા નારદજીને ભ્રમણ કરતા જોયા. ત્યારે મા લક્ષ્મીએ નારદજીને પુછ્યુ કે તમે ભગવાન વિષ્ણુને ક્યાય જોયા છે.
ત્યારે નારદજીએ માતા લક્ષ્મીને બધી વાત જણાવી. વાત જાણ્યા પછી લક્ષ્મીએ નારદજીને ભગવાન વિષ્ણુને રાજા પાસેથી પરત લાવવાનો ઉપાય પુછ્યો નારદા જીએ મા લક્ષ્મીને કહ્યું કે તમે રાજા બલીને તમારો ભાઈ બનાવો અને તેમની પાસેથી ભગવાન વિષ્ણુને માંગી લો. ત્યારબાદ મા લક્ષ્મી વેશ બદલીને પાતાળલોક પહોંચી.
માતા લક્ષ્મી પાતાળ લોક પહોંચીને રડવા માંડી. જ્યારે રાજા બલીએ માતા લક્ષ્મીને રડતા જોયા, ત્યારે તેણે તેમણે રડવાનું કારણ પૂછ્યું. ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કે મારો કોઈ ભાઈ નથી તેથી તે રડી રહી છે. માતાના આ શબ્દો સાંભળીને રાજા બલીએ કહ્યું કે તમે મારી ધર્મ બહેન બની જાવ. ત્યારબાદ મા લક્ષ્મીએ રાજાને રક્ષાસૂત્ર બાંધ્યુ અને બદલામાં બલી પાસે ભગવાન વિષ્ણુની માંગ કરી. તે દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા હતી. ધાર્મિક માન્યતા અનુસાર ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.