માતા પાર્વતીનું પ્રતિક જવારા

Webdunia
મંગળવાર, 12 જુલાઈ 2022 (07:02 IST)
ગૌરી વ્રત અને નવરાત્રી  પર જવારા ઉગાડવામાં આવે છે.  માતાની સ્થાપના ના સ્થાન પાસે જવારા ઉગાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાની આરાધના સાથે જોડાયેલ તહેવાર પર જ્વારા ખૂબ જ શુભ છે.
 
કળશની સામે માટીના જવનું વાવેતર કરવામાં આવે છે. જવારા વાવવામાં આવે છે કારણ કે સૃષ્ટિની શરૂઆતમાં માત્ર આજ પાક થતો હતો. જવારા ના ઉગવા કે નાં ઉગવા ઉપરથી ભવિષ્યની ઘટનાઓના આગાહીકર્તા તરીકે જોવામાં આવે છે. નવરાત્રિમા ફક્ત 
ઘઉના જ્વારા ઉગાડવામાં આવે છે જયારે કે ગૌરી વ્રતમાં પાચ પ્રકારના અનાજના જ્વારા ઉગાડવામાં આવે છે 
 
જો જવારા ઝડપથી વધે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જે ઘરમાં જવારા ખુબ જલ્દી વિકાસ પામે છે ત્યાં માતા દુર્ગાના આશીર્વાદથી તેમના ઘરોમાં સુખ અને સમૃદ્ધિ સમાન ઝડપથી આવે છે.
 
જો તે વધશે નહીં અને મરી જશે તો પછી તેઓ ભવિષ્યમાં કોઈ પ્રકારની અનિષ્ટ સૂચવે છે.એવું માનવામાં આવે છે કે જ્યારે પીળો અને સામાન્ય જવ આવે છે, ત્યારે તે વર્ષ જીવન પણ સામાન્ય રહેશે.

સંબંધિત સમાચાર

Next Article