વટ સાવિત્રીના વ્રતની શરૂઆત જેઠ મહિનાની અમાસના રોજ થાય છે અને તેનુ સમાપન જેઠ મહિનાની પૂનમના દિવસે થાય છે. આ વખતે વટ સાવિત્રીનુ વ્રત દક્ષિણના માનથી 3 જૂનના રોજ અને ઉદયાતિથિના હિસાબથી 4 જૂનના રોજ ઉજવાશે. મહિલાઓ આ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. શુ આપ જાણો છો આ દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો તમારા ઘરની આર્થિક તંગી પણ દૂર થઈ શકે છે ? તો ચાલો જાણીએ એ 5 ઉપાયો વિશે
1. પહેલો ઉપાય - આ દિવસે તાંબાના એક લોટામાં પાણી ભરીને તેમા કાચુ દૂધ મિક્સ કરીને પતાશા નાખો અને તે જળને પીપળાના ઝાડમાં અર્પિત કરો. રોકાયેલુ ધન પ્રાપ્ત થશે અને વેપારમાં પણ લાભ થશે.
2. બીજો ઉપાય - માતા લક્ષ્મીના ચિત્ર કે મૂર્તિ સામે 11 કોડીઓને અર્પિત કરો અને તેના પર હળદરથી તિલક લગાવો. ત્યારબાદ બીજા દિવસે સવારે આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મુકી દો. તેનાથી આર્થિક તંગી દૂર થશે.
3. ત્રીજો ઉપાય - પતિ-પત્ની બંને મળીને આ દિવસે વ્રત કરો અને ચંદ્ર દેવને દૂધથી અર્ધ્ય આપો. તેનાથી તેમના જીવનમાં આવી રહેલા અવરોધ દૂર થશે.
4. ચોથો ઉપાય - વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે. તેથી આ દિવસે વટ વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને પરિક્રમા કરશો તો ઘરમાં સુખ શાંતિ અને ધનલક્ષ્મીનો વાસ થશે.
5. પાંચમો ઉપાય - કર્જથી મુક્તિ માટે 11 દિવસ સુધી સાંજના સમયે વડના ઝાડ પાસે લોટનો ચોમુખી દિવો બનાવીને તેમા ઘી નાખીને દિવાબત્તી લગાવો. આવુ કરવાથી કર્જથી મુક્તિ મળશે અને આર્થિક તંગી દૂર થશે.
જો મિત્રો આપને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.