Santan Saptami 2023 Kyare Che : પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકો માટે સંતાન સપ્તમીનુ વ્રત પુણ્ય ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે સંતાન પ્રાપ્તિ 22 સપ્ટેમ્બર 2023 ના રોજ છે. તેને લલિતા સપ્તમી, મુક્તાભરણ સપ્તમીના નામથી પણ ઓળખવામાં આવે છે.
માન્યતા છે કે જે સ્ત્રીઓ સંતાન સુખથી વંચિત છે તેમણે આ વ્રત કરવુ જોઈએ. તેના પ્રભાવથી જલ્દી ખાલી ખોળો ભરાય જાય છે. આ વ્રત વિશેષ રૂપથી સંતાન પ્રાપ્તિ, સંતાન રક્ષા અને સંતાનની ઉન્નતિ માટે કરવામાં આવે છે. આવો જાણીએ સંતાન સપ્તમીની પૂજાનુ મુહૂર્ત અને ઉપાય.
અભિજિત મુહૂર્ત - સવારે 11:49 થી - બપોરે 12:38 સુધી
સંધિકાળ મુહૂર્ત - સાંજે 06:18 થી - સાંજે 06:42 સુધી
અમૃત કાલ - સવારે 06:47 થી - સવારે 08:23 સુધી
સંતાન સપ્તમી ઉપાય (Santan Saptami Upay)
સંતાન સુખ માટે - સંતાન સપ્તમીના દિવસે જે મહિલાઓ બાળકોના સુખથી વંચિત રહી છે તેઓ નિર્જલા વ્રત કરીને ભોલેનાથને સૂતરનો ડોરો અર્પિત કરે. સંતાન સપ્તમીની કથાનુ શ્રવણ કરે, પૂજા પછી આ ડોરાને ગળામાં ધારણ કરે. માન્યતા છે કે આવુ કરવાથી સંતાન પ્રાપ્તિની કરવાના યોગ બને છે. નિસંતાન દંપત્તિને બાળકનુ સુખ મળે છે.
સંતાનને મળશે લાંબુ આયુષ્ય - સંતાન સપ્તમી પર વ્રતી સૂર્યને અર્ધ્ય આપે અને પછી શિવજીને 21 બિલિપત્ર અને માતા પાર્વતીને નારિયળ ચઢાવો. માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. સંતાન દીર્ઘાયુ થાય છે અને તેના બધા દુખોનો નાશ થાય છે.
નોંધ - અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે webdunia.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.