લાભ પાંચમ માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે આ દિવસે શિવની પૂજા કરવાથી જાતકની સાંસરિક મનોકામનાઓ પૂરી થાય છે. સાથે જ ઘરમાં સુખ અને શાંતિ આવે છે.
લાભ પાંચમનું મહત્વ
માન્યતા છે કે લાભ પાંચમના દિવસે ભગવાન ગણેશની ઉપાસના કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કારતક શુક્લ પાંચમના દિવસે જે જાતક મનથી ભગવાન શિવ અને ગણેશની પૂજા કરે છે તેમની દરેક ઇચ્છા પુરી થાય છે. લાભ પાંચમને વેપારી અને વેપાર માટે શુભ માનવામાં આવે છે.
કેવી રીતે કરશો પૂજા
લાભ પાંચમ્નની પૂજા કરતા પહેલા તમારા કાર્ય સ્થળ ઓફિસ કે ઘરના દરવાજે ડાબી બાજુએ શુભ અને જમણી બાજુએ કંકુથી લાભ લખવુ. વચ્ચે સાથિયાનુ શુભ ચિન્હ કરવુ જોઈએ. આ શુભ લાભ અને સાથિયાના નિ શાન મા લક્ષ્મીને આમંત્રણ આપે છે અને વૈભવ સુખ સમૃદ્ધિ તેમજ ધન એશ્વર્ય આપના જીવનમાં સ્થાયી રૂપથી નિવાસ કરે એ માટે આ નિશાન કરવામાં આવે છે.
લાભ પાંચમના દિવસે કરો આ ઉપાય
લાભ પાંચમના દિવસે સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરીને આસન પર પૂર્વ દિશામાં બેસો. લાકડાનો પાટલો કે બાજટ લો અને તેના પર સફેદ કપડુ પાથરો હવે તેના પર સફેદ આંકડાના ફુલના ગણેશજી બનાવો અને તેની સ્થાપના કરો.
ગણપતિની સ્થાપના કર્યા પછી કંકુ ચોખા વસ્ત્ર અને પુષ્પ અર્પણ કરો અને ત્યારબાદ ધૂપ દીપ કરો. ગણેશજીને સિંદૂર વિશેષ રૂપે ચઢાવવુ જોઈએ. હવે મુંગાની માળાથી આ મંત્રની પાંચ માળા કરો.. મંત્ર છે.. ૐ નમ વિદ્ન હરાયે ગં ગણપતયે નમ: હવે આંકડાના આ શ્વેત રંગના ગણપતિ જેનુ તમે સ્થાપન કર્યુ હતુ એ અને મુંગાની માળા એક લાલ કપડામાં બાંધી લો અન ગણપતિના મંદિરમાં જઈને તેમના ચરણોમાં મુકી આવો આ ઉપાય કરવાથી તમને તમારા વ્યવસાય અને ધંધામાં ખૂબ જ લાભ થશે.
લાભ પાંચમના દિવસે પ્રસન્ન કરવા માટેનો વધુ એક ઉપાય છે ઘરમાં કે ઓફિસમાં સ્થાપના કરેલ ગણેશજીને લાલ કંકુ અને સિંદૂરથી તિલક લગાવો. ગણેશને દૂર્વા કે દર્ભ અતિ પ્રિય છે. જો તમે ગણપતિને લાભ પાંચમ ઉપરાંત રોજ ચઢાવ્શો તો પણ તમને ખૂબ લાભ થશે. દુર્વા એક ત્રણ સાત કે એકવીસની સંખ્યામાં ચઢાવવો. ધ્યાન રાખો કે દુર્વા હંમેશા ગણેશજીના માથા પર ચઢાવો. એ તેમના ચરણોમાં ન પડે તેનુ ખાસ ધ્યાન રકહો. એવુ કહેવાય છે જે વ્ય્કતિ ગણેશજીની દુર્વાથી પૂજા કરે છે તે વ્યક્તિ ધન કુબેરના કોષાધ્યાની કૃપા મેળવે છે.
ગણેશજીને ઘી પણ ખૂબ પ્રિય છે. ઘી પુષ્ટિ વર્ધક અને રોગનાશક છે તેથી પંચામૃતમાં ઘી નો પણ સમાવેશ કરવામાં અ અવે છે. ઘી પૌષ્ટિકતા અને સમૃદ્ધિનુ પ્રતિક છે તેથી રોજ ઘી થી પૂજા ખાસ કરવી જોઈએ. લાભ પાંચમના દિવસે ઘી થી પૂજા કરવાથી જાતકને જ્ઞાન અને બુદ્ધિનુ વરદાન મળે છે.
ગણેશજી પર ચોખા એટલે કે અક્ષત પણ ચઢાવવા જોઈએ. અક્ષત ક્યારેય પણ કોરા ન ચઢાવશો. તેને ગંગાજળ કે સાદા પાણીથી સહેજ ભીના કરીને ચડાવવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધન ધાન્યની ક્યારેય કમી રહેતી નથી.