Labh Pacham 2021- લાભ પાંચમનુ મુહુર્ત 2021 અને મહત્વ - આ દિવસથી શરૂ કરશો શુભ કાર્ય તો થશે લાભ

રવિવાર, 7 નવેમ્બર 2021 (17:08 IST)
લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહે છે.  જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે.  આ દિવાળીનો અંતિમ દિવસ  હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે.  આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે.  ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી. 
 
લાભ પાંચમનું શ્રેષ્ઠ મુહુર્ત 
 
લાભપાંચમના શુભ મુહૂર્ત
9 નવેમ્બર સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 09:32
થી 01:47
બપોરે મુહૂર્ત (શુભ) - 03:12 થી 04:37
સાંજે મુહૂર્ત (લાભ) - 07:37
થી 09:12
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:47
થી 03:33, નવેમ્બર 10
 
લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે.  ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે.  દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે.  આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે.  તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.  વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે. 
 
- જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. 
- આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર