સૂર્યદેવની ઉપાસનાથી મટી જશે મુશ્કેલીઓનુ અંધારુ

Webdunia
શનિવાર, 15 ડિસેમ્બર 2018 (17:43 IST)
નવગ્રહોમાં સૂર્ય સર્વપ્રમુખ દેવતા છે. તેમનો વર્ણ લાલ છે. વૈદિક કાળથી સૂર્યોપાસના ચાલી રહી છે.  સૂર્યદેવનુ એક નામ સવિતા પણ છે. જેનો અર્થ છે સુષ્ટિ કરનારા.  તેમનાથી જ જગત ઉત્પન્ન થયુ છે. સૂર્યદેવની પ્રસન્નતા માટે નિત્ય અર્ધ્ય અર્પિત કરવુ જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં માનવામાં આવ્યુ છે કે જે ઘરમાં સૂર્યનો પ્રકાશ ઠીક રીતે પહોંચી શકતો નથી ત્યા વાસ્તુ દોષ થઈ શકે છે. આવા ઘરમાં ભગવાન સૂર્યદેવની તાંબાની પ્રતિમા લગાવવી જોઈએ. 
 
સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે દરેક રવિવારે વ્રત કરો. ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. માન્યતા છે કે ઘરની ઉત્તર દિશામાં તાંબાની સૂર્યપ્રતિમા લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. બાળકોના રૂમમાં સૂર્યદેવની પ્રતિમા લગાવવાથી બાળકો કુશાગ્ર બુદ્ધિના થઈ જાય છે. ઘરમાં જો બીમારીઓએ ડેરો જમાવ્યો છે  તો એવા રૂમમાં સૂર્ય પ્રતિમા લગાવવી જોઈએ. જ્યા ઘરના બધા સભ્યો વધુથી વધુ સમય વ્યતીત કરે છે.  આ પણ માન્યતા છે કે રસોઈઘરમાં તાંબાની સૂર્ય પ્રતિમા લગાવવાથી ક્યારેય અન્નની કમી નહી રહે. ઘરના મુખિયાના બેડરૂમમાં સૂર્ય પ્રતિમા લગાવવાથી પરિવારમાં કોઈ પ્રકારની પરેશાની નહી આવે.  વેપારમાં નુકશાન થઈ રહ્યુ હોય તો ઓફિસ કે દુકાનમાં સૂર્ય પ્રતિમા લગાવો. ઘરના મંદિરમાં તાંબાની સૂર્ય પ્રતિમા લગાવવાથી ઘર પરિવાર પર સૂર્યદેવની કૃપા સદૈવ કાયમ રહે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article