ચંપાછઠ ને બેંગનછઠ એટલે કે રીંગણછઠ પણ કહેવાય છે. કારણ કે ચતુર્માસમાં જે લોકો ચાર મહિના રીંગણા ખાવાનુ છોડી દે છે તેઓ આજથી રીંગણ ખાવા શરૂ કરે છે. આ પર્વ મહાદેવના માર્તડાય-મલ્હારી સ્વરૂપને સમર્પિત છે. પૌરાણિક કતહા મુજબ મહાદેવને મણિ મલ્હ દૈત્ય ભાઈઓ સાથે છ દિવસ સુધી ખંડોબા નામના સ્થાન પર યુદ્ધ કરીને ચંપા છઠ પર બંને દાનવોનો વધ કર્યો હતો. આ સ્થાન પર મહાદેવ શિવલિંગ રૂપમં પ્રકગ થયા હતા. મણિ-મલ્હના વધ માટે મહાદેવે ભૈરવ રૂપ અને દેવી પાર્વતીને શક્તિ રૂપ લીધુ હતુ. આ કારણે મહારાષ્ટ્રમાં રુદ્રાવતાર ભૈરવને માર્તડ-મલ્હારી અને ખંડોબા કહેવાય છે.
સ્કંદપુરાણ મુજબ ષષ્ઠી તિથિ મંગળ ગ્રહ અને દક્ષિણ દિશા કાર્તિકેયને સમર્પિત છે. ભવિષ્ય પુરાણ મુજબ ચંપા છઠ પર કા ર્તિકેય એ પરિવારથી નારાજ થઈને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં ડેરો જમાવ્યો હતો. અને આ જ દિવસે તેઓ દેવસેનાના સેનાપતિ બન્યા હતા. ચંપાછઠના દિવસે વિશેષ પૂજન વ્રત અને ઉપાયથી સમાજમાં માન સન્માન વધે છે. વ્યક્તિની શત્રુઓથી રક્ષા થાય છે અને ગ્રહ પીડાથી મુક્તિ મળે છે.