વાર પ્રમાણે સટીક શુભ ઉપાય, મનમુજબ ધન જોઈએ તો રોજ જરૂર અજમાવો..

સોમવાર, 31 ડિસેમ્બર 2018 (09:46 IST)
જો તમે અઠવાડિયાના કેટલાક ખાસ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આ નિમ્ન ઉપાયની સાથે તમારા દિવસની શરૂઆત કરવી. આ ઉપાયથી તમારા કાર્યની સફળતાના યોગ મજબૂત થશે. 
સોમવાર- આજના દિવસે સફળતા પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું. જો આ શકય ન હોય તો કાર્ય માટે ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પી લેવું. સાથે જ ૐ શ્રાં શ્રીં શ્રૌં સ: સોમાય નમ: મંત્ર બોલીને જવું. સફેદ રૂમાલ સાથે રાખવું. સફેદ ફૂલ શિવજીને ચઢાવવું. 
 
મંગળવાર- આજે હનુમાન મંદિર જવું. સાથે જ હનુમાનજીને બનેલું પાન અને લાલ ફૂલ ચઢાવવું. ઘરથી નિકળતા પહેલા મધનો સેવન કરવું. અને ૐ ક્રાં ક્રીં ક્રૌં સ: ભૌમાય નમ: મંત્ર બોલીને નિકળવું. લાલ કપડા પહેરવું લાલ કપડા સાથે રાખવું. લાલ ફૂલ હનુમાનજી મંદિરમાં રાખવું. 
 
બુધવાર- ગણેશજીને દૂર્વા અર્પિત કરવું. ગણપતિને ગોળ-ધાણાનો ભોગ લગાવો. ઘરથી વરિયાળી ખાઈને નિકળવું. ૐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ: મંત્રનો જાપ કરવું. લીલા રંગના વસ્ત્ર પહેરવું અને લીલો રૂમાલ રાખવું. તુલસીના નીચે પડેલા પાનને ઉઠાવીને ધોઈને તેના સેવન કરવું. 
 
ગુરૂવાર- ભગવાન વિષ્ણુના મંદિર જવું. શ્રીહરિને પીળા ફૂલ અર્પિત કરવું. સાથે જ ૐ ગ્રાં ગ્રીં ગ્રોં સ: ગુરૂવે નમ: મંત્રનો જાપ કરવું. પીળા રંગની કોઈ મિઠાઈ ખાઈને ઘરથી નિકળવું. પીળા વસ્ત્ર પહેરવું પીળા રૂમાલ સાથે રાખવું. પીળા ફૂલ કોઈ પણ મંદિર કે દરગાહમાં ચઢાવવું.

શુક્રવાર- સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પિત કરવું. ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ: મંત્રનો જાપ કરવું. ઘરથી નિકળતા પહેલા દહીંનો સેવન કરવું. સફેદ રંગની ડ્રેસ પહેરવી કે સફેદ રૂમાલ રાખવું. સફેદ ફૂલ દેવી મંદિરમાં ચઢાવવું. 
 
શનિવાર- હનુમાનજીના મંદિર જવું. હનુમાનજીને બનેલું પાન અને લાલ ફૂલ ચઢાવવું. ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: મંત્ર જપ કરીને ઘરથી નિકળવું. તલનો સેવન કરવું. બ્લૂ  વસ્ત્ર પહેરવું કે બ્લૂ રૂમાલ સાથે રાખવું. બ્લૂ કે જાંબળી ફૂલ શનિ મંદિરમાં ચઢાવવું. 
 
રવિવાર- આજે સૂર્ય દેવને જળ ચઢાવવું કે પછી લાલ ફૂલ ચઢાવવું. આજે ૐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમા: મંત્રનો જાપ કરવું. ગોળનો સેવન કરવું. લાલ રંગની ડ્રેસ પહેરવી કે લાલ રૂમાલ રાખવું. લાલ કે ગુલાબી ફૂલ સૂર્યદેવને અર્પિત કરવું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર