મહિલાઓ અને પુરુષો વચ્ચે માત્ર આ છ દેશોમાં છે સમાનતા, ભારતનું સ્થાન ક્યાં?

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (14:16 IST)
દુનિયાના કેટલા એવા દેશ છે કે જ્યાં પુરુષ અને મહિલાને એક સમાન અધિકાર મળે છે? આ સવાલનો જવાબ હજુ પણ એક આંકડામાં જ સમાયેલો છે. જી હા. માત્ર છ જ દેશ એવા છે કે જે મહિલાઓ અને પુરુષોને એકસમાન અધિકાર આપે છે. વર્લ્ડ બૅન્કનું કહેવું છે કે 187માંથી માત્ર છ દેશ છે કે જ્યાં સમાનતા જોવા મળે છે. વર્લ્ડ બૅન્ક આ વાત પોતાના નવા જાહેર થયેલા રિપોર્ટ 'વુમન, બિઝનેસ ઍન્ડ ધ લૉ'માં જણાવી છે.
 
વૉશિંગટન સ્થિત સંસ્થાએ 10 વર્ષના ડેટાનું પરીક્ષણ કર્યું છે કે જેમાં નાણાકીય અને કાયદાકીય અસમાનતા અંગે જાણકારી મેળવવામાં આવી છે. સાથે જ સ્વતંત્રતા, માતૃત્વ, ઘરેલુ હિંસા અને ઍસેટ મૅનેજમૅન્ટ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું. જે દેશો આ દરેક મામલે ખરા ઉતર્યાં તેમાં બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, લૅટવિયા, લક્જેમ્બર્ગ અને સ્વીડનનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે મહિલાઓ આશરે 75% એવા અધિકાર મેળવે છે કે જે માત્ર પુરુષોને મળે છે. 
 
ક્ષેત્રીય ફેરફાર
 
સમાનતાનો આંકડો યુરોપ અને મધ્ય એશિયામાં 84.7 ટકાનો છે, જ્યારે મધ્ય પૂર્વ અને અમેરિકામાં તે 47.3 ટકા પર પહોંચ્યો છે. અમેરિકાનું સ્થાન ટૉપ 50 દેશમાં પણ નથી કે જ્યાં સમાનતાનો આંકડો 83.75% છે. સાઉદી અરેબિયા કે જે મહિલાઓ પર પ્રતિબંધ મામલે આખી દુનિયામાં જાણીતું છે, તે યાદીમાં સૌથી નીચે છે.
 
સાઉદી અરેબિયામાં પુરુષ અને મહિલા વચ્ચે સમાનતાનો આંકડો માત્ર 25.6% છે. વર્લ્ડ બૅન્કનાં વચગાળાનાં પ્રમુખ ક્રિસ્ટાલિના જ્યોર્જિવા કહે છે, "25 વર્ષની છોકરી કે જે પોતાની પહેલી નોકરી મેળવે છે."
 
"ત્યારથી માંડીને એવી મહિલા કે જે કાર્યસ્થળ અને બાળકો બન્નેને સંભાળે છે ત્યાં સુધી, તો નિવૃત્તિ પર પહોંચેલી મહિલાઓ સુધી પણ યાદી જોવામાં આવે તો દેખાય છે કે મહિલાઓ દ્વારા લેવાતા આર્થિક નિર્ણય પર કેવી કાયદાકીય અસર પડે છે."
 
"ઘણા કાયદા અને નિયમો એવા છે કે જે મહિલાઓને ઑફિસમાં કામ કરતાં અથવા તો કોઈ બિઝનેસ શરૂ કરતાં રોકે છે."
 
"આર્થિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી મામલે પુરુષ મહિલા વચ્ચેનો તફાવત એક મોટી ભૂમિકા ભજવે છે."
 
જોકે, વર્લ્ડ બૅન્કે જાહેર કરેલા રિપોર્ટમાં કેટલાક દેશોએ લીધેલા સકારાત્મક પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્લ્ડ બૅન્કનું કહેવું છે કે છેલ્લા એક દાયકામાં 131 દેશોએ 274 પ્રકારના કાયદા અમલમાં લાવ્યા છે કે જેનાથી લૈંગિક સમાનતા જળવાઈ રહે.
 
કાર્યસ્થળે મહિલાની સુરક્ષા
 
મહિલા અને પુરુષો વચ્ચે સમાનતાના મામલે સાઉદી અરેબિયાનું સ્થાન સૌથી છેલ્લું છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, "સુધારા બિલમાં કેટલાક નવા કાયદાનો ઉમેરો કરવામાં આવ્યો હતો કે, જેમાં કાર્યસ્થળે મહિલાઓ પર થતાં શારીરિક શોષણ સામે તેમને સુરક્ષાનો ઉમેરો કરાયો છે."
 
"આ કાયદાની મદદથી એક દાયકાની પહેલાંની સરખામણીએ 200 કરોડ વધારે મહિલાઓને સુરક્ષા મળી છે." આફ્રિકાના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં દુનિયાના સૌથી ગરીબ દેશ છે, ત્યાં પણ છેલ્લા એક દાયકામાં લૈંગિક સમાનતાની દિશામાં પગલાં ભરવામાં આવ્યા છે અને કેટલાક બિલ પસાર કરવામાં આવ્યા છે.
 
વર્લ્ડ બૅન્કે રિપોર્ટ બનાવવા માટે મહિલાઓનાં જીવનનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં નોકરી શોધવાથી માંડીને બિઝનેસ ચલાવવા સુધી અને પેન્શન મેળવવા સુધી દરેક બાબત આવરી લેવામાં આવી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દુનિયાના 33 દેશોમાં પૅટર્નિટી લીવ આપવાની શરુઆત કરવામાં આવી છે જ્યારે 47 દેશોએ ઘરેલૂ હિંસા વિરુદ્ધ કાયદા ઘડ્યા છે.
 
બાળકની દેખરેખ કરતા એક પુરુષ
 
છેલ્લા દસ વર્ષોમાં ઘણા દેશોએ પેટર્નીટી લીવ આપવાની શરુઆત કરી છે ક્રિસ્ટાલીના ઉમેરે છે, "આપણે જાણીએ છીએ કે લૈંગિક સમાનતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાયદામાં ફેરફાર કરવાની સાથે બીજું ઘણું કામ કરવાની જરુર છે."
 
"કાયદાને યોગ્ય રીતે અમલમાં લાવવા જરુરી છે. તેના માટે રાજકીય મંશા હોવી જરુરી છે."
 
"જુદા-જુદા સમાજમાંથી પુરુષ અને મહિલાની આગેવાની હોવી જરુરી છે." "જે ડેટા રજૂ કરવામાં આવ્યો છે તે જણાવે છે કે કાયદાને મહિલા સશક્તિકરણની દિશામાં એક સાધન તરીકે વાપરી શકાય છે."

સંબંધિત સમાચાર

Next Article