પુત્રીના લગ્નની વય થતા જ માતા પિતા એ માટે એક સારા યુવકની શોધ શરૂ કરી દે છે. અનેક છોકરીઓ પોતે જ પોતાનો જીવનસાથી પસંદ કરવા સ્વતંત્ર હોય છે પણ આપણે જે છોકરો પસંદ કરીએ છીએ એ સારો પતિ સાઇત થશે કે નહી એ કહેવુ મુશ્કેલ હોય છે. બીજી બાજુ જ્યોતિષનુ માનીએ તો ત્રણ રાશિઓ એવી છે જેમના વિશે કહેવામાં આવે છે કે આ રાશિયોના લોકો સારા પતિ સાબિત નથી થતા. તેથી જો તમે પણ તમારે માટે એક સારા યુવકની શોધમાં છો તો આ ત્રણ રાશિઓના પુરૂષોને લઈને થોડા સાવધ રહો...
જાણો કયા પુરૂષ સારા પતિ નથી બની શકતા ..
1. મીન રાશિ - જ્યોતિષનુ માનીએ તો આ રાશિના પુરૂષ લગ્ન પછી પોતાની પત્નીમાં તમામ પ્રકારના દોષ કાઢવા માંડે છે. એટલુ જ નહી આ રાશિવાળા પુરૂષોમાં પોતાની પત્ની પ્રત્યે અસુરક્ષાની ભાવના કાયમ રહે છે.
2. વૃષભ રાશિ - આ રાશિના લોકો ખૂબ શાંત અને સારા સ્વભાવના માનવામાં આવે છે. પણ આ રાશિના પુરૂષ લગ્ન પછી પોતાનો વ્યક્તિગત મકસદ પુરો કરે છે. તેઓ પોતાની પત્નીને દગો નથી આપતા પણ છતા તેમના સંબંધોમાં મનદુખ રહે છે.
3. કન્યા રાશિ - આ રાશિના પુરૂષ ખૂબ ટેલેંટેડ માનવામાં આવે છે. પણ જ્યોતિષનુ માનીએ તો લગ્ન પછી તેઓ પોતાની પત્ની પર કાબુ રાખવાની કોશિશ કરે છે. તેમને પોતાની પત્નીનો અવાજ દબાવનારા માનવામાં આવે છે.