વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને ચૂપકે ચૂપકે આમંત્રણ મળ્યું. સાત પ્રતિનિધિમંડળ આવશે: કરારો પણ કરશે

Webdunia
મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (13:11 IST)
ગુજરાતમાં આગામી વર્ષ વાઈબ્રન્ટ સમીટના આયોજનની તૈયારી અંતિમ તબકકામાં છે અને તેમાં આફ્રિકન દેશો મુખ્ય અતિથિ હશે તો પાંચ વર્ષ બાદ પાડોશી દેશ પાકીસ્તાનનું ડેલીગેશન પણ વાઈબ્રન્ટ સમીટમાં ભાગ લેશે. તા.18-20 જાન્યુઆરીના ગાંધીનગરમાં આ વાઈબ્રન્ટ સમીટ યોજાઈ રહી છે અને તેમાં પાકીસ્તાનના 7 પ્રદેશોના પ્રતિનિધિમંડળો વાઈબ્રન્ટ સમીટમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ વાઈબ્રન્ટ સમીટમાં પર પ્રતિનિધિમંડળ હાજરી આપે તેવી ધારણા છે અને વિશ્ર્વના અનેક દેશના ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે તથા તા.9-10ના પ્રી-સમીટ-બાયર-સેલર-મીટ પણ યોજાઈ રહી છે. પાક પ્રતિનિધિમંડળ અંગે જો કે વાઈબ્રન્ટ સાથે જોડાયેલા રાજય સરકારના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે પણ સતાવાર દસ્તાવેજો દર્શાવે છે કે ફેઝલાબાદથી બે પ્રતિનિધિમંડળ કરાચી-પેશાવર અને ઈસ્લામાબાદથી પાક. પંજાબ અને બૈબર પખ્તુનવાલાથી એક પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે અને તેઓ પાકની ચેમ્બર્સ ઓફ કોમર્સનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ વ્યાપારી કરાર પણ કરશે અને તેઓ લઘુ ઉદ્યોગ માટેની કોન્ફરન્સમાં હાજરી આપશે. જો કે તેઓને ગાંધીનગર અને અમદાવાદના જ વિસા અપાયા છે. લઘુ ઉદ્યોગ સમીટ બીજા દિવસે યોજાઈ રહી છે અને આ સમીટમાં 20000 એમઓયુ થશે.
 
 

સંબંધિત સમાચાર

Next Article