કાંચની બનેલી આ બારીઓથી દૂર થશે પૈસાની સમસ્યા

Webdunia
શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (14:05 IST)
મિત્રો જીવન એક સંઘર્ષ છે.  દુખ તકલીફોથી તો કદાચ ભગવાન પણ બચી શક્યા નથી. આપણે માણસોની શુ વિસાત છે. પણ અનેકવાર વ્યક્તિ આટલો વધુ દુખોથી ઘેરાય જાય છે કે બસ તેને પોતાના જીવનનનો અંત જ નજીક દેખાય છે.  પણ જો તમે ચાહો તો જીવનના આ દુખ તકલીફોથી ઉપર ઉઠીને પણ તમારા જીવનનો આનંદ ઉઠાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે.. 
 
વાસ્તુ શાસ્ત્ર એક એવો ઉપાય છે. જેમા તમરા જીવન સાથે જોડાયેલ લગભગ દરેક સમસ્યાનો હલ સામેલ છે. તે પરેશાની ભલે તમારા આરોગ્ય સાથે જોડાયેલ હોય કે પછી ધન દૌલત સાથે આજે આપણે વાત કરીશુ વાસ્તુ શાસ્ત્રમાં પૈસા સાથે જોડાયેલ  દરેક પરેશાનીઓને દૂર કરવાના સહેલા ઉપાયોની 
 
સૌથી પહેલી છે ઘરની બારીઓ -  ઘરની બારીઓ પર ક્રિસ્ટલ કાંચ લગાવવા ખૂબ શુભ માનવામાં આવે છે. તેની સાથે અથડાઈએને જ્યારે સૂરજની રોશની ઘરમાં પ્રવેશ કરે છે તો તમારા મકાનની બધી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે જેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. 
 
કાંચ - તમારા ઘરમાં એક કાચ એવી દિશામાં જરૂર લગાવો જ્યાથી સૂરજની રોશની અથડાઈને તિજોરી અને ધન મુકવાના સ્થાન પર સીધી પડે.  આ નુસ્ખો તમારા ખર્ચને ઓછો કરવામાં મદદરૂપ માનવામાં આવે છે અને બચત વધે છે
 
પક્ષીઓને દાણા 
 
તમારા ઘરની છત પર એક વાસણમાં પક્ષીઓ માટે પાણી અને અનાજ મુકો. તેનાથી ધન સંબંધી અવરોધો અને ગૂંચવણો દૂર થય છે. 
 
 
ધન લાભ વધારવા માટે 
 
મહેનત મુજબ ધન લાભ નથી મળી રહ્યો તો તમારા બેડરૂમમાં કે ઘરની ચાર દિવાલોની અંદર જમણા ખૂણામાં ભારે વસ્તુ મુકો.   આવુ કરવાથી ધનમાં દિવસોદિવસ  વૃદ્ધિ થવા માંડે છે. 
 
 
એક્વેરિયમ - ઘરમાં એક એક્વેરિયમ અને તેના કાળા અને સોનેરી રંગની માછલી જરૂર મુકો.  આવુ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીને વધારવામાં મળે છે. 
 
મુખ્ય દ્વારની સફાઈ - 
 
- ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ રાખો અને તેની આસપાસની દિવાલો પર રંગ રોગાન કરાવતા રહો.  જો તમારા ઘરની આસપાસ નાળુ છે તો બની શકે છે કે તેને નેગેટિવ વાઈબસ  તમારા ઘરને પ્રભાવિત કરે. આવામાં ઘરના મેન ગેટ પર કેરીના પાનનું તોરણ લગાવો.  આવુ કરવાથી તમારુ ઘર દરેક પ્રકારની નેગેટિવ એનર્જીથી દૂર રહેશે. 

સંબંધિત સમાચાર

Next Article