આજના સમયમાં બધા જ લોકો પૈસા માટે ઘણી મહેનત કરી રહ્યા છે પણ જરૂરી નથી કે દરેકની મહેનત સફળ થાય. જો ખૂબ મહેનત કરવા છતા પણ તમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો વાસ્તુ શાસ્ત્રમાં તમારી આ પરેશાની સાથે જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. વાસ્તુના નિયમોનુ પાલન કરવાથી ધન સંબધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે..
તિજોરી પાસે મુકેલી સાવરણી
ઘરની તિજોરીમાં પૈસા ઘરેણા બીજી કિમંતી વસ્તુઓ મુકવામાં આવે છે. તેથી ક્યારેય પણ તિજોરી કે કબાટ પાસે સાવરણી ન મુકહ્સો. આવુ કરવાથી લક્ષ્મીનુ અપમાન સમજવામાં આવે છે. આમ પણ સાવરણીએ રાહુનુ પ્રતીક માનવામાં આવે છે. જે ધનની હાનિ કરાવે છે.