નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર પુર્ણ બજેટની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કરે છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં આજે પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ બજેટ રજૂ કર્યું હતુ. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહ્યાં છે.
- ખેડૂતો માટે બોલતા નીતિનભાઈએ જણાવ્યું કે, ખેડૂતોને સિંચાઇ માટે વધુ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પીએમ મોદીએ કેન્દ્રનાં બજેટમાં જે ખેડૂત માટેની જાહેરાત થઇ છે તે માટે રાજ્યનાં તંત્રએ ખેડૂતની મદદ કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે. આશરે 40 લાખ જેટલા ફોર્મ ભરાશે જેનાથી ખેડૂતોને લાભ મળશે.
- 700 ઇલેક્ટ્રિક બસો મહાનગરો અને નગરપાલિકાને અપાશે
- ટીપી સ્કીમ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે 500 કરોડની ફાળવણી
- રાજ્યની મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકામાં 21 મળી 74 ફ્લાય ઓવર બનશે