બજેટ વચ્ચે ગુજરાત સરકારનુ મોટુ એલાન, રાજ્યમાં 10 નવા ફ્લાયઓવરનુ થશે નિર્માણ

Webdunia
મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (13:50 IST)
જે સમયે કેન્દ્રની મોદી સરકાર પોતાનુ અંતરિજ બજેટ રજુ કરી રહી હતી એ દરમિયાન ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યમાં એક મોટી એલાન કરી દીધુ. ઉલ્લેખનીય છે કે રાજયના વિકાસને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રી વિજય રૂપાનીએ 10 નવા ફ્લાયઓવર બનાવવાનુ એલાન કર્યુ છે. સીએમનુ એ એલાન રાજ્યમાં ટ્રાસપોર્ટેશનને પણ મજબૂત કરશે. સીએમનુ આ એલાન રાજ્યમાં ટ્રાસપોર્ટેશનને પણ મજબૂત કરશે. 
 
- માહિતી મુજબ આ બધા ફ્લાયવોર પહેલા જ ચરણમાં જ 487 કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર કરવામાં આવશે. આ ફ્લાયઓવરોનુ નિર્માણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરવામાં આવશે. 
- રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે માર્ગ નિર્માણ વિભાગે રાજ્યમાં બુનિયાદી માળખાનો પ્રસાર વધારવા માટે સમયબદ્ધ આયોજન કર્યુ છે. આયોજન પહેલા ચરણમાં 10 ફલાય ઓવર માટે કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.   
- રાજ્ય સરકારે આ ઉપરાંત વર્તમાન રાસ્તાને પહોળા કરવા કાચા રસ્તાની લાઈનિંગ કરવાની પણ વાત કરી છે. ફ્લાયઓવર ફોર લેન રોડ જંક્શન પર પણ બનશે. 
- ઉપમુખ્યમંત્રીના મુજબ આવનારા દિવસોમાં રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં નાગરિકોની સુવિદ્યાના માટે અને વાહનવ્યવ્હારની સમસ્યાને રોકવા માટે જરૂર મુજબ નવા ફ્લાયઓવર બનાવવની યોજના પણ બનાવી રહી છે. ટૂક સમયમાં જ વધુ નવા ઓવરબ્રિજને મંજૂરી આપવામાં આવશે. 
 
જાણો ક્યા ક્યા કયા ફ્લાયઓવર પર કેટલુ રોકાણ 
 
1. આણ6દ-કરમસદ હાઈવે પર બોરસદમાં 45 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
2. સિદ્ધપુરના દેથલી ક્રોસ રોડ પર 35 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
3. પાટણના નવજીવન હોટલ ક્રોસ રોડ પર 27 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
4.  ભુજ-લખપત રોડ પર (બે ફ્લાયઓવર) 36 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
5. મેહસાણાના મોઢેરાના ક્રોસ રોડ પર 110 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
6. સૂરત-કંદોદરા રોડ પર 110 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
7. સૌરાષ્ટ્ર રાજકોટ-જામનગર રોડ પર 60 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
8. ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કિલ પર 50 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
9. ગાંધીધામ ટાકોર રોડ પર 17 કરોડના રોકાણથી બનશે ફ્લાયઓવર 
 

સંબંધિત સમાચાર

Next Article