'બાલિકા વધુ' ના ડાયરેક્ટર આર્થિક તંગીના કારણે શાકભાજી વેચી રહ્યા છે

Webdunia
સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (11:04 IST)
કોરોના વાયરસ મહામારીને કારણે 6 મહિનાથી વધુ સમય સુધી ચાલેલ લોકડાઉનને કારણે ભારતના અર્થતંત્રની કમર તૂટી ગઈ છે.  કરોડો લોકો બેરોજગાર થઈ ગયા છે, જીડીપી માઇનસ 23 પર પહોંચી ગઈ. તેની અસર ટીવી ઉદ્યોગને પણ પડી છે. બાલિકા વધુ, કુછ તો લોગ કહેગે જેવી પ્રખ્યાત ટીવી સીરિયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનુ પેટ ભરવા શાકભાજી વેચી રહ્યા છે. 
 
આઝમગઢ જિલ્લાના નિઝામબાદ શહેરના ફરાહાબાદમાં નિવાસી રામવૃક્ષ 2002 માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી. પ્રથમ લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યારબાદ ટીવી નિર્માણમાં નસીબ અજમાવ્યુ. ધીરે ધીરે અનુભવ વધતો ગયો, ત્યારબાદ નિર્દેશનમાં તક મળી. નિર્દેશનનું કામ રામવૃક્ષને ગમ્યું અને તેણે આ ક્ષેત્રમાં પોતાનુ કેરિયર બનાવવાનું નક્કી કર્યું. 
 
રામવૃક્ષે યશપાલ શર્મા, મિલિંદ ગુનાજી, રાજપાલ યાદવ, રણદીપ હૂડા, સુનિલ શેટ્ટીની ફિલ્મોના નિર્દેશકો સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. આવનારા  દિવસોમાં, એક ભોજપુરી અને હિન્દી ફિલ્મનું કામ રામવૃક્ષ પાસે છે, તેઓ કહે છે કે હવે આ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે પરંતુ કોરોના સંક્રમનને કારણે લોકડાઉનને કારણે આ પ્રોજેક્ટ અટવાયો છે. રામવૃક્ષ કહે છે કે તેમનું પોતાનું મુંબઇમાં મકાન છે, પરંતુ બીમારીના કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો  હતો.
 
થોડા દિવસો પહેલા તેઓ એક ફિલ્મની રેકી માટે આઝમગઢ આવ્યા હતા,  તે કામ કરી જ રહ્યા હતા કે કોરોના ચેપને કારણે લોકડાઉન લાગી ગયુ.  ત્યારબાદ  પાછા ફરવુ શક્ય ન બન્યુ, કામ અટકી ગયું ત્યારે આર્થિક સંકટ શરૂ થયું. નિર્માતા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ પર એક થી બે વર્ષ પછી જ કામ શરૂ થઈ શકશે. પછી તેમણે પોતાના પિતાના વેપારને અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ રહેઠાણની પાસે રસ્તાના કિનારે લારી પર શાક વેચવા લાગ્યા. તેનાથી પરિવારનુ પાલનપોષણ સહેલાઈથી કરી રહ્યા છે.  બાળપણમાં પણ તેઓ પોતાના પિતા સાથે શાકભાજીના બિઝનેસમાં મદદ કરતા હતા.  તેથી આ કામ તેમને સૌથી સારુ લાગ્યુ, તે પોતાના કામથી સંતુષ્ટ છે. 

સંબંધિત સમાચાર

Next Article