તારક મહેતા " સીરીયલ અભિનેત્રી બબીતાજી સામે ફરિયાદ ના નોંધાતા સ્વાભિમાન સંસ્થાના પ્રમુખ અને અગ્રણી અનશન પર બેઠા

Webdunia
શનિવાર, 22 મે 2021 (13:22 IST)
સ્વાભિમાન સંસ્થા દ્વારા થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે તારક મહેતા સીરીયલ માં કામ કરતા અભિનેત્રી મુનમુન દત્તા બબીતા વાલ્મિકી સમાજ નુ અપમાન કર્યા હોવાનો સામે આવ્યો હતો. અભિનેત્રી સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર નોંધાઈ તેવી માંગ કરવામાં આવી હતી. સ્વાભિમાન સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો ચીમકી આપી હતી કે મન દત્તા સામે જો કાયદેસરની કાર્યવાહી ઝડપથી નહીં કરવામાં આવે તો અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ બેસીશું.
 
રામપુરા હળકાશ માતાના મંદિર પાસે વાલ્મિકી સમાજના અગ્રણી કિરીટ વાઘેલા અને રીતેશ સોલંકી અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી મુનમુન દત્તા સામે ગુનો દાખલ ન થાય ત્યાં સુધી તેમણે ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી છે. વાલ્મિકી સમાજ દ્વારા કોરોના સંક્રમણ કાળ દરમ્યાન જે રીતે જીવના જોખમે પોતાની ફરજ નિભાવી છે. તેવા સમાજના રીતે નિમણૂક શબ્દ બોલીને અપમાન કરવું હે યોગ્ય નથી જેનાથી સમગ્ર સમાજની લાગણી દુભાઇ છે.
અભિનેત્રી મુનમુન દત્તા ના લાખો-કરોડો ફોલોવર્સ હોવાથી તેમણે બોલેલા શબ્દ ની અસર કોઈના ઉપર થાય છે. મુનમુન દત્તા કોઈ એક વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે શબ્દો બોલ્યા છે જે ક્યારેય સાથે ન દેવાય સમાજને લાગણી દુભાઈ આવ્યા બાદ પણ મુનમુન દત્તા (બબીતા) સામે કોઈ પગલાં લેવાયા નથી એ દુખદ બાબત હોવાનું  સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article