જે તમે કમાવ્યું એ તમારું ભાગ્ય હતું, પણ આગળ તમારી ઇચ્છા શક્તિ મુજબ તમે તમારું ભાગ્ય બદલી શકો છો.
નીચેની પંક્તિઓનું દરરોજ રટણ કરવાથી હનુમાનજી સાથે યમ, કુબેર અને અન્ય દેવી-દેવતાઓની કૃપા મળે છે. કુબેરદેવની કૃપાથી તમારી તિજોરીની સંપત્તિ ક્યારેય ખાલી નહી થાય અને હંમેશા ભરેલી રહેશે.
જમ કુબેર દેગપાલ જહાં તે .
કવિ કોબિદ કહિ સકે કહા તે
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતાં જ કુબેરજી પોતાનો ખજાનો તેના ભક્તો માટે ખોલી આપે છે. આથી માતા લક્ષ્મીની સાથે સાથે કુબેરજીનુંં ચિત્ર કે શ્રી રૂપ ઘરમાં સ્થાપિત કરો. વાસ્તુ શાસ્ત્ર મુજબ માતા લક્ષ્મી અને કુબેરજીના આ ચિત્રો અથવા શ્રી રૂપ ઉત્તર દિશા તરફ સ્થાપિત કરો. જેથી ઉત્તર દિશા સક્રિય થશે અને બધી આવતી મુશ્કેલીઓનો નાશ થશે.