બધા હનુમાન ભક્ત મંગળવારનુ વ્રત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ જોઈએ. જેની કુંડળીમાં મંગળ ગ્રહ નિર્બળ હોય અને જેના હેઠળ તે શુભ ફળ નથી આપી રહ્યા. પણ કેટલાક એવા નિયમ છે જેના મુજબ મંગળવારનુ વ્રત રાખવાનુ ફળ લાભકારી હોય છે.
1. શ્રદ્ધાપૂર્વક હનુમાનજી ની મૂર્તિ સામે દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
2. સાંજના સમયે બેસનના લાડુ કે પછી ખીરનો ભોગ હનુમાનજીને લગાવીને ખુદ મીઠા વગરનુ ભોજન કરવુ જોઈએ.
3. મંગળવારનુ વ્રત કરનારાઓએ આ દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ.
4. માન્યતા છેકે માંગલિક દોષવાળા જો મંગળવારનુ વ્રત કરે છે તો તેમને દોષથી મુક્તિ મળે છે.
5. શનિની મહાદશા, ઢૈય્યા કે સાઢેસાતીની પરેશાનીને દૂર કરવા માટે પણ આ વ્રત ખૂબ કારગર માનવામાં આવે છે.
પીપળાના 13 પાન પર ચમેલીનુ તેલ અને સિંદૂરના મિશ્રણથી તમારી સમસ્યા દાડમની દંડી વડે લખીને શિવલિંગ પર ચઢાવવાથી ચોક્ક્સ તમારુ ખિસ્સુ ધન, સુખ અને સમૃદ્ધિથી ભરેલુ રહેશે.