આજનુ રાશિફળ(18/09/2020) - આજે આ 5 રાશિના જાતકોને તેમની મહેનતનુ ફળ મળશે
શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (07:19 IST)
મેષ (અ,લ,ઈ) : મનની ઈચ્છાઓ ફળતી જણાય તેવા સંજોગો છે. આ સમય ધીમે ધીમે અનુકુળ થતો જણાશે. આર્થિક સમસ્યાથી બહાર નીકળાશે. ઉઘરાણીના કામ પતશે. ખર્ચાઓને પહોંચી વળાશે. સ્ત્રી વર્ગને આવતીકાલનો દિવસ રાહતરૂપ બને.
વૃષભ (બ,વ,ઉ) : માનસિક અશાંતિના વાદળ વિખેરાતા જણાય. લાગણી તથા આવેગોને સંયમમાં રાખવા. આવક કરતા જાવક વધે. નોકરિયાતોને સાનુકૂળ તક. પ્રગતિનો માર્ગ ખુલે.
મિથુન (ક,છ,ઘ) : .બઢતી-બદલીના યોગ છે. જમીન-મકાનના પ્રશ્નો ઉકલે. સંતાનની તબિયત સાચવવી. પત્ની તરફથી અણધાર્યો લાભ મળે. વિરોધી તથા દુશ્મનોથી સાચવવું. આવક કરતા ખર્ચ વધે.
કર્ક (ડ,હ) : નોકરિયાતો માટે ઉત્તમ દિવસ. ધંધામાં થોડી ઘણી મુશ્કેલી પડે. વિરોધી તથા હરીફોથી ચેતવું. સ્થળ પરિવર્તનનો યોગ છે. કોઈ નવા કાર્યમાં આગળ વધી શકાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નવીન લાભનું આયોજન થાય.
સિંહ (મ,ટ) : તબિયત સાચવવી. માનસિક સ્વસ્થતા પણ સાચવવી. પ્રવાસ પર્યટનના યોગ છે. નાણાકીય પરિસ્થિતિ સુધરે. બપોર પછી માનસિક શાંતિ રહે. મનની મુરાદો પાર પડે તેવા સંજોગ છે. કુટુંબ તરફથી કોઈ માઠા સમાચાર મળે.
તુલા (ર,ત) : મહેનતનું યોગ્ય ફળ મળે, દિવસમાં સંજોગો સુધરતા જણાય. વણઉકલ્યા પ્રશ્નો ઉકેલાય. નાણાકીય મુઝવણ દૂર થાય. અટકેલા લાભ મળે. નોકરી-ધંધામાં રાહત મળી શકે છે
વૃશ્ચિક (ન,ય) : માનસિક ટેન્સન રહે. ચિંતાઓ ઉદ્વેગ જણાય. ખોટા નિર્ણય ટાળવા. ધીરજ ન ખોવાય તે જોવું. બપોર પછી કોઈ વિજાતીય તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. સંતાન તરફથી લાભ. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કાળજી રાખવી.
ધન (ભ,ધ,ફ) : દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ તરફથી આર્થિક લાભ થાય. જમીન-મકાનના કામમાં ફાયદાનો સોદો થાય. સ્થળ પરિવર્તનનો યોગ છે. વેપારી વર્ગે સાવચેતીથી ચાલવું.
મકર (ખ,જ) : દિવસમાં સંજોગો સુધરતા લાગે છે. મહેનતનું યોગ્ય ફળ મળે છે. આર્થિક મૂંઝવણોમાંથી બહાર આવાય. ઉઘરાણી બાકી હોય તો તે બહુ ઝડપથી મળે. ખર્ચનો પ્રસંગ ઉભો થાય.
કુંભ (ગ,શ,સ) : માનસિક ટેન્શન જણાય. અકારણ ઉદ્વેગ તથા ચિંતા વધે. જૂની ઉઘરાણી પર ધ્યાન આપવું. ખર્ચ વધે નહીં તેનું ધ્યાન રાખવું. નવા પ્રવાસની તક મળે તે ઝડપવી. વિદ્યાર્થી મિત્રોને આનંદના સમાચાર મળે.
મીન (દ,ચ,ઝ,થ) : મનની મુરાદો બહાર પાડે. માનસિક સુખ મળે. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નોકરીયાત વર્ગ માટે બઢતી અથવા બદલીનો યોગ છે. સાંજ પછી રાહત. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. અવિવાહિતોને વિવાહ સંબંધી વાત આગળ વધે.