સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરરે મારિંન સિલિચને પાંચ સેટ્સ સુધી ચાલેલ મેરાથાન હરીફાઈમાં 6-2, 6-7, 6-3, 3-6, 6-1 થી હરાવીને પોતાના કેરિયરનો 20મો ગ્રેંડ સ્લેમ ખિતાબ જીત્યો. આ સાથે જ તેણે સર્બિયાના નોવાક જોકોવિચ અને ઓસ્ટ્રેલિયાના રૉય એમરસનના 6-6 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાના રેકોર્ડની બરાબરી કરી. રોજર ફેડરરની આ 30મી ગ્રેંડ સ્લેમ ફાઈનલ હતી.
સ્વિટરઝરલેંડના 36 વર્ષીય ખેલાડી રોજર ફેડરર અને ક્રોએશિયાના 29 વર્ષીય ખેલાડી મારિન સિલિચ અત્યાર સુધી થયેલ કુલ 10 મુકાબલામાં એક બીજા સામે ટક્કર થઈ છે જેમાથી 9 હરીફાઈમાં ફેડરરે જીત નોંધાવી છે. જ્યારે કે ફક્ત એક મેચમાં મારિન સિલિચને જીત મળી છે. સિલિચે વર્ષ 2014ના અમેરિકન ઓપનમાં ફેડરરને હરાવ્યો હતો.