Shitala Satam 2024- શ્રાવણમાં ઘણા તહેવારો આવે છે તેમાં શીતળા સાતમ શ્રાવણમાં બે વાર આવશે. પહેલી 11 ઓગસ્ટ રવિવારના રોજ આવશે બીજી 25 ઓગસ્ટના રોજ આવશે. આ દિવસે માતા શીતળાને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવવામાં આવશે.
આ દિવસે માતાને વાસી અને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે, તેથી તેને બાસોડા પણ કહેવામાં આવે છે.
ગુજરાતમાં આ તેહવાર જનમાષ્ટમીના એક દિવસ પહેલા ઉજવાય છે. જેને શીતળા સાતમ કહેવાય છે. આ દિવસે પણ શીતળા માતાની પૂજા કરવામા આવે છે. આ તહેવારને બસોદા, લાસોડા અથવા ચિલા પૂજન તરીકે પણ ઓળખવામાં આવે છે.
શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, પૂજા કરી ટાઢું ખાય છે.