Shitala satam 2023-શીતળા સાતમ ક્યારે છે

સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (16:38 IST)
Shitala satam 2023- શીતળા સાતમ 6 સેપ્ટેમ્બરે હશે અને આ દિવસે માતા શીતળાને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવવામાં આવશે.

પરંપરા મુજબ બે દિવસ શીતલા માતાની પૂજા કરવામાં આવે છે. ક્યાંક ફાગણ વદ સપ્તમી તો ક્યાંક ફાગણ વદ અષ્ટમી પર પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે માતાને વાસી અને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે, તેથી તેને બાસોડા પણ કહેવામાં આવે છે.
 
ગુજરાતમાં આ  તેહવાર  જનમાષ્ટમીના  એક દિવસ પહેલા ઉજવાય છે.  જેને શીતળા સાતમ કહેવાય છે.  આ દિવસે પણ શીતળા માતાની પૂજા કરવામા આવે છે. આ તહેવારને ‘બસોદા’, ‘લાસોડા’ અથવા ‘ચિલા પૂજન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, પૂજા કરી ટાઢું ખાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર