આ 7 ખરાબ ટેવોથી લક્ષ્મી સાથ છોડી જાય છે, થાય છે દુર્ભાગ્યની શરૂઆત

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (08:30 IST)
કહેવું  છે કે સુખ-દુખ માણસના કર્મોનું  ફળ છે. એ એવું બીજ છે જે વાવે છે એ જ ફળ એને મળે છે. વાસ્તુ અધ્યાત્મ અને જ્યોતિષ વગેરેમાં સફળ ને સુખી જીવનના સૂત્ર એ માટે બનાવ્યા છે. જેથી માણસ શુભ કામ કરે અને એને શુભ ફળ પ્રાપ્ત થાય. અજાણતા કરેલા એવા ઘણા કાર્ય એના દુખના કારણ પણ બની શકે છે. બધા શાસ્ત્ર એવા કાર્યોથી દૂર રહેવાની સલાહ આપે છે. તમે પણ જાણો સુખી જીવન માટે કયાં કાર્યો કરવા જોઈએ. 
 

1. મુખ્ય દ્વારની  સામે કચરો ન રાખવું અને ત્યાં પાણી પણ એકત્ર ન થવા દો. તેનાથી પાડોશી પણ શત્રુ થઈ જાય છે. 
2. રાત્રે સૂતા પહેલા રસોડામાં એક ડોલમાં પાણી ભરીને રાખો. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ખાલી ડોલ ઘરમાં તણાવ અને  ચિંતાઓ લઈને આવે છે. 
3. સૂર્યાસ્ત પછી કોઈના ઘરે દૂધ ,દહીં , મીઠું , તેલ અને ડુંગળી લેવા ન જાઓ. આથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને કષ્ટોના સામનો કરવો પડે છે. 
4. જ્યારે યાત્રા માટે નિકળી રહ્યા હોય તો ઘરના પૂરા પરિવારે એક સાથે ન નિકળવું જોઈએ. આવું કરવાથી ઘરની લક્ષ્મી અને યશનો નાશ થાય છે. 
5. માળિયા પર જૂના માટલા કે ફૂટેલા વાસણ ન રાખવા જોઈએ. ખાસ કરીને રસોઈઘરના માળિયા પર જૂની વસ્તુ ન મુકશો.  આ ગરીબી ને આમંત્રણ આપે છે. 
6. ક્યારે કોઈની  ગરીબી  , અપંગતા કે રોગની મજાક ન બનાવો અને ના એની નકલ કરો. શકય હોય તો એની યથાશક્તિથી સહાયતા કરો. કોઈની લાચારીની મજાક બનાવવાથી જીવનમાં દુર્ભાગ્યનું આગમન થાય છે અને માણસને એની સજા મળે છે. 
7. તૂટેલા અરીસામાં ચેહરો જોવાથી તૂટેલા કાંસકાના ઉપયોગ કરવાથી અશુભ ફળ મળે છે . માનવું છે કે આથી જીવનમાં નકારાત્મક ઉર્જાનું  આગમન થાય છે જે શુભ કાર્યોમાં મુશ્કેલીઓ પહોંચાડે છે. 

સંબંધિત સમાચાર

Next Article