કુંડળી ન મળે તો આ ઉપાયોથી દૂર થશે દોષ

મંગળવાર, 3 એપ્રિલ 2018 (00:36 IST)
જ્યોતિષ શબ્દ જ્યોતિ અર્થાત પ્રકાશ શબ્દથી બન્યો છે. અંધારાને પ્રકાશ જ દૂર કરે છે. આપણા જીવનમાં આપણુ ભવિષ્ય અજ્ઞેય છે. જેને વિશે આપણે અજ્ઞાની છીએ.  જ્યોતિષ વેદ અડગ છે. જે આપણને આપણા ભવિષ્ય રૂપી અંધકારને દૂર કરીને આપણને સુરક્ષિત માર્ગ તરફ આગળ વધારે છે. 
 
એક જ્યોતિષવિદ્દ માટે કુંડળી મિલાન જવાબદારીનું કાર્ય છે. તેના પર બે જીવોના ભવિષ્યની જવાબદારી હોય છે. તેમા કોઈ પ્રકારે કોઈ પણ પક્ષથી પ્રભાવિત થઈને નિર્ણય કરવો ઘોર અપરાધ છે. 
 
વેદમુજબ જો કુંડળીમાં ગ્રહ મિલાન યોગ્ય ન બનતો હોય તો સંબંધ સ્થાપિત કરવાની પરામર્શ યોગ્ય નથી. હા જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો કાલસર્પ દોષ હોય, પાપ કર્તરી યોગ હોય તો ક્યારેય પણ સંબંધ સ્થાપિત કરવા અથવા મિલાન પહેલા તેમનો ઉપાય કરી લેવો જોઈએ. 
 
માંગલિક કુંડળીઓ માટે અતિ ઉત્તમ ઉપાય છે દર મંગળવારે સાંડને ગોળ નાખવો. મસૂરની દાળ મંદિરમાં આપવી અથવા જળ વહેડાવવુ. સૌથી ઉત્તમ હનુમાનજીને દર મંગળવારે કેસરી સિંદૂર (ચમેલી તેલમાં મિક્સ કરીને) બેસનના લાડૂ, પાન અને પાણીવાળુ નારિયળ ચઢાવવુ.  હનુમાન ચાલીસા બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 
 
ગુરૂ મકર રાશિમાં નીચ હોય અથવા સપ્તમ ભાવમાં મકર રાશિને ગુરૂ દેખાતો હોય તો દર રવિવારે કેળાના ઝાડને હળદર યુક્ત દૂધ ચઢાવો. ઘીના લોટનો દીવો પ્રગટાવો. દર રવિવારે ગાયને પીળી ચણાની દાળ, કેળા ખવડાવો.  બ્રાહ્મણને પીળા વસ્ત્રો, જનેઉ, બેસનના લાડુ દાન કરો. 
 
કાલસર્પ યોગની સ્થિતિમાં 18 નારિયળ, 18 જુદા જુદા મંદિરોમાં રવિવારે એક એક કરીને કોઈ પણ મૂર્તિ આગળ મુકો. 
 
છોકરીઓ સોમવારનુ વ્રત કરે. દેવી કાત્યાયનીની પૂજા કરે. શંકર પાર્વતીની પૂજા કરે અને સોમવારનું વ્રત કરે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર