Russia-Ukraine War Viral Video : યૂક્રેની સૈનિક પિતાએ પુત્રીને સુરક્ષિત સ્થાન પર મોકલતા કહ્યુ ગુડબાય, જુઓ યુદ્ધ ભૂમિનો સૌથી ભાવુક વીડિયો

Webdunia
શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (22:53 IST)
Russia-Ukraine War: રૂસ અને યુક્રેન (Russia Ukraine War)ની વચ્ચે જંગની શરૂઆત થઈ ચુકી છે. ઈતિહાસના દરેક એક યુદ્ધની જેમ આ યુદ્ધના કારણે પણ સૌથી વધુ ચુકવણી સામાન્ય જનતા, સૈનિકો અને તેમના પરિવારને પડે છે. યુક્રેનની ભૂમિથી પણ એક આવો જ વીડિયો (Ukrainian soldier emotional video)અમારી સામે આવ્યો છે. જેમા એક યૂક્રેની સૈનિક પિતા  (Ukrainian soldier father video) ને યુદ્ધ પર જતી વખતે પોતાની પુત્રી  (soldier's daughter)ને અલવિદા કહેતા બતાવ્યુ છે. 

<

Father saying goodbye to his daughter as he puts her on a bus to safety and he stays behind to fight for Ukraine #StandWithUkraine pic.twitter.com/MBRc2fH59j

— Wu-Tang Is For The Children (@WUTangKids) February 24, 2022 >
 
આ વીડિયોને જોયા પછી તમે અને અમે આ બધુ જોઈને ચોક્કસ ભાવુક થઈ જઈશુ. પણ તેનાથી પણ વધુ જરૂરી છે કે શુ યુદ્ધ જરૂરી છે ? એક વયસ્ક વ્યક્તિ અથવા રાજનીતિ માટે આ જરૂરી હોઈ શકે છે પરંતુ બાળકો માટે નહી. તેમને તો બસ પોતાની આસપાસ હસતુ રમતુ વાતાવર્ણ જોઈએ. 
 
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે - "પિતાએ દીકરીને અલવિદા કહીને તેને સુરક્ષિત બસમાં બેસાડી અને યુક્રેન માટે લડવા માટે તેઓ ત્યા જ રહી ગયા. 
 
બસમાં બેસતા ભાવુક જોવા મળ્યા સૈનિક પિતા 
 
આ વીડિયોમાં એક સૈનિક પિતા પોતાની દીકરી અને પરિવારને સુરક્ષિત સ્થળે મોકલવા માટે બસમાં બેસીને ભાવુક થતા જોવા મળી રહ્યા છે, અલબત્ત પોતાના દેશની રક્ષા માટે શપથ લેનાર સૈનિક ભલે ગમે તેટલો ભાવુક ન હોય પણ તેની દીકરી માટે તે મહત્વનું છે. વિદાય લેતા પિતા ભાવુક થઈ શકે છે, તે વિચારે છે કે શું તે તેને ફરી ક્યારેય મળી શકશે. આ વિડિયો સ્પષ્ટ કહી રહ્યો છે કે યુદ્ધ કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં, તેના ઘણા પુરાવા છે કે યુદ્ધને કારણે દેશ જીતે તો પણ માનવ અને માનવતાની હંમેશા હાર થઈ છે.

સંબંધિત સમાચાર

Next Article