Russia Ukraine War: રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી, ભીષણ તોપમારો ચાલુ - ગમે ત્યારે કિવ પર કબજો કરી શકે છે

શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (18:19 IST)
રશિયાએ યુક્રેન પર તેના હુમલાઓ તેજ કરી દીધા છે અને સૂર્યોદય પહેલા કિવ પર ચઢાઈ શરૂ કરી દીધું છે. રશિયન સેનાએ 40 મિનિટમાં કિવ પર 36 મિસાઇલો છોડી. યુક્રેન માટે આજનો દિવસ ભારે છે. કોનોટોપ પર કબજો મેળવ્યા પછી, રશિયન સેનાનું લક્ષ્ય કિવને કબજે કરવાનું છે અને તે રાજધાનીમાં પ્રવેશ્યું છે અને તે શહેરના મધ્યમાં પહોંચી ગયું છે. બંને તરફથી જબરદસ્ત ગોળીબાર થઈ રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે કિવને રશિયા કોઈપણ સમયે કબજે કરી શકે છે કારણ કે શહેરના સરકારી ક્વાર્ટર્સની બહાર ભીષણ તોપમારો ચાલુ છે. સવારથી ચોથી વખત વોર સાયરન વગાડવામાં આવ્યા છે.
 
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સવારે કહ્યું હતું કે રશિયન સૈનિકો યુક્રેનની રાજધાનીમાં પ્રવેશ્યા છે. સુમીના ગવર્નરે કહ્યું છે કે રશિયન સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું કે રાજધાની કિવ પર પ્રથમ મિસાઈલ હુમલો ક્રુઝ અથવા બેલેસ્ટિક મિસાઈલથી કરવામાં આવ્યો હતો. બે મોટા ધડાકા સંભળાયા છે. યુક્રેનનો દાવો છે કે તેણે બે રશિયન મિસાઈલોને તોડી પાડી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર