Happy Valentine Day: શાનદાર ડેટિંગ માટે 6 ઉપયોગી ટિપ્સ

Webdunia
આજકાલ દરેક યુવાઓ પોતાની પ્રથમ ડેટને યાદગાર અને એડવેંચરસ બનાવવા માંગે છે. પરંતુ ઘણીવાર બંને પાર્ટનર વચ્ચે મેળ ન જામતા આનાથી ઉંધુ થઈ જાય છે. આવી વખતે તમારી ડેટને પરફેક્ટ બનાવવા કેટલીક ટ્રિક્સને અપનાવવી ખૂબ જરૂરી છે. અહી અમે બતાવી રહ્યા છે એવી ડેટિંગ ટિપ્સ જેનાથી તમે તમરી સામાન્ય અને બોરિંગ ડેટને રોમાચિત અને યાદગાર બનાવી શકશો. 

- ડેટ પર જતી વખતે હંમેશા તમારા પાર્ટનર કરતા પહેલા પહોંચો અને એ સ્થાનને સારી રીતે જોઈ લો. સાથે જ સ્માર્ટ રીતે તૈયાર થવા ઉપરાંત તેને માટે કોઈ ભેટ પણ લઈને જાવ, જેનાથી તેના પર તમારો સારો પ્રભાવ પડે

- જો ડેટને પરફેક્ટ બનવવી હોય તો તમારી ડેટ વિશે એક વાત જાણી લો. જેવી કે તેને શુ પસંદ છે શુ નહી. કંઈ વસ્તુથી એ સૌથી વધુ ખુશ થાય છે. તેની હોબીઝ શુ છે.. વગેરે વગેરે.. આનાથી તમે બંને વ્યવસ્થિત વાત કરી શકશો અને એ તમારાથી થોડી ઈમ્પ્રેસ પણ થશે.

- ડેટિંગ માટે એવુ સ્થાન હોવુ જોઈએ જ્યા તમારી પાર્ટનર સહજતા અનુભવી શકે મતલબ બહુ ભીડભાડ ન હોય અને બહુ ઘોંઘાટવાળુ સ્થાન પણ ન હોય અને એકદમ એકાંત પણ ન હોય. સ્થાનની પસંદગી કરતી વખતે એ ધ્યાન રાખો કે અહી આરામથી બેસવાની અને વાત કરવાની સગવડ હોય જેથી કરીને તમે તમારા પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના ડિસ્ટબંસ વગર આરામથી વાત કરી શકો.

- ડેટિંગ વખતે જ્યારે પણ કંઈક ખાવાનો ઓર્ડર આપો તો તમારા પાર્ટનરની પસંદ નાપસંદ પૂછી લો. સાથે જ જો તમારા પાર્ટનરને નોનવેજ કે ડ્રિંક ન ગમતુ હોય તો તેને ભૂલથી પણ ઓર્ડર ન કરશો... ભલે પછી તમને તે ગમે તેટલુ ગમતુ હોય. આનાથી તમારા પાર્ટનરને પણ ગમશે.

- રોમાંટિક ડેટ વખતે તમારા પાર્ટનરન તેની વાત કહેવાની તક આપો અન તેનો જવાબ પણ તેને સહજતાથી આપો. ક્યારેય તેની વાતને વચ્ચેથી ન કાપશો. તમે તમારા પાર્ટનર સાથે વાતચીત કરતી વખતે ધ્યાન રાખો કે તમારી વાતો કોઈ ત્રીજી વ્યક્તિ ન સાંભળે.

- જો તમને બંનેને ગેમ્સનો શોખ છે તો વિડિયો ગેમ, સોફ્ટબોલ, બાસ્કેટ બોલ, ફલાઈંગ, સ્વિમિંગ બેડમિંટન જેવી ગેમ્સનો આનંદ ઉઠાવી શકો છો. મતલબ તમે ડેટિંગના બહાને ડેટિંગનો રોમાંચ પણ લઈ શકો છો. ડેટિંગ અને એડવેંચરનો આનંદ એકસાથે ઉઠાવવા માટે તમે બંજી જંપિગ, રોક ક્લાઈબિગ, બોટિંગ, હોર્સ રાઈડિંગ, રોફ્ટિંગ, સ્કેટિંગ વગેરે.

સંબંધિત સમાચાર

Next Article