નમસ્તે ટ્રમ્પ: એક વર્ષના બાળક સાથે ફરજ નિભાવી મહિલા કોન્ટેબલ સંગીતા પરમારે

Webdunia
મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (15:06 IST)
એક વર્ષના બાળકને સંભાળવું કોઇ સરળ કામ નથી. તેના વિશે તે માતાઓ અને પરિવારજનોને પૂછો જે નાના બાળકને સંભાળવામાં મુશ્કેલી અનુભવે છે. એવામાં એક વર્ષના માસૂમ બાળકને સાથે લઇને ડ્યૂટી કરવાની કલ્પના કરી શકાય. જોકે અમદાવાદમાં એક માતાએ આ જવાબ ખૂબ સુંદર પર ભજવી રહી છે.  
 
ગુજરાત પોલીસમાં મહિલા કોન્સ્ટેબલ સંગીત પરમારની સામે બે-બે પડકારો હતા. પ્રથમ તો કાયદો-વ્યવસ્થા સંભાળવી અને બીજી એક વર્ષના બાળકને સાચવવો. પોતાની ફરજ નિભાવતાં તે દરરોજ આ પડકારને પાર કરે છે. અમદાવાદના વિસત પોલીસ મથકમાં નોકરી કરે છે. 
 
કોન્સ્ટેલબ સંગીતા પરમારનું કહેવું છે કે આ મુશ્કેલ છે પરંતુ મારી જવાબદારે એક માતા અને એક પોલીસકર્મી બંને રૂપમાં છે જોકે મારે આ ફરજ નિભાવવાની છે. મારું બાળક અત્યારે ઠીક છે એટલા માટે મારે તેને મારી સાથે લઇને આવવું પડે છે. હું તેને અહીંયા જ દૂધ પીવડાવું છું. 
 
સંગીતાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો તેની હિંમતને સલામ કરી રહ્યા છીએ. બાળક બીમાર હોવાના કારણે તે ડ્યૂટી પર બાળક સાથે જ આવે છે.

સંબંધિત સમાચાર

Next Article