હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં જોરદાર થી સામાન્ય તો ક્યાંક હળવા વરસાદ થવાની અને ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે આવી આગાહી કરી છે. એટલે આવતા ત્રણ દિવસ આખુ ગુજરાતને ગરમીના બફારાથી રાહત મળી શકે એવી શકયતા છે.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ ગાંધીનગર સહિત હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે. ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડશે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.