ગુજરાતની પહેલી સ્પેસ લેબ ફ્રીમાં કરો વિઝીટ

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2023 (18:03 IST)
અમદાવાદમાં ગુજરાતની પ્રથમ સ્પેસ લેબ લોન્ચ કરાઈ છે. જેમાં નવી સ્પેસ લેબનું નામ કલામ સારાભાઈ સ્પેસ ઇનોવેશન લેબ રાખવામાં આવ્યુ છે. અમદાવાદની પ્રથમ સ્પેસ લેબ, વિનામૂલ્યે વિઝીટ કરી શકાશે. 

અમદાવાદમાં ગુજરાતની પ્રથમ સ્પેસ લેબ લોન્ચ કરવામાં આવી છે.  અમદાવાદના બોપલમાં ઇન-સ્પેસ ખાતે દેશની પ્રથમ સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબ શરૂ થઈ ગઈ છે. 
 
આ સ્પેસ લેબની લોકો વિના મૂલ્યે વિઝિટ કરી શકશે. સ્પેસ લેબમાં છ રોબોટ્સ મૂકવામાં આવ્યા છે. તેમા ઇસરોના ઇતિહાસથી લઈને ચંદ્રયાન-3 સુધીના રોકેટ્સ પણ મૂકવામાં આવ્યા છે. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વડાપ્રધાન મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી.વડાપ્રધાનએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે ૧૦૭ હેક્ટર વિસ્તારમાં આ વર્લ્ડક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ ૨૦૦૧માં કરાવેલું છે.
 
આ સાયન્સ સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ખાસ કરીને બાળ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ અને જિજ્ઞાસા જગાવ્યા છે. સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે. આ સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે

સંબંધિત સમાચાર

Next Article