વાયુ વાવાઝોડું: સુરક્ષાને ધ્યાને લઇ સૌરાષ્ટ્રના પ્રવાસન યાત્રાધામોની બસોની સેવા ત્રણ દિવસ માટે રદ

Webdunia
બુધવાર, 12 જૂન 2019 (17:50 IST)
રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની સંભવિત વ્યાપક અને વિનાશક અસરને ખાળવા માટે તથા અગમચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા તા.૧૨/૦૬/૧૯ થી તા.૧૪/૦૬/૧૯ દરમિયાન રદ કરવાનો નિર્ણય કરાયો છે, એમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
 
યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇને મુસાફરોના જાન અને માલની સલામતીને લક્ષમાં લઇ નિગમ દ્વારા આ નિર્ણય કરાયો છે. આ બસોમાં નિગમની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલ મોબાઇલ નંબર ઉપર ‘બસ રદ’ એવા એસ.એમ.એસ. દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને ઝડપથી મળે એવી વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. જેની નાગરિકોએ નોંધ લઇને સહકાર આપવા નિગમ દ્વારા વિનંતી કરાઇ છે.

સંબંધિત સમાચાર

Next Article