વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે હજીરામાં બોટો લંગારવામાં આવી

મંગળવાર, 11 જૂન 2019 (12:25 IST)
આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના હોવાથી સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવાનો સૂચના અપાઈ છે. અને હાલ હજીરા ખાતે ઉદ્યોગોના વહાણો, સ્ટીમર દરિયા કિનારે લંગારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતભરમાં 1700 જેટલી બોટો અલગ-અલગ બંદરો પર લંગારવામાં આવી છે. હાલ વાવાઝોડું અરબી સમુદ્રમાં વેરાવળથી 740 કિમી દૂર છે અને તે સરેરાશ 30થી 50 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે. ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી હોઇ જે કાંઠે ટકરાય ત્યાં ભારે તોફાન આવે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. જેને કારણે 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ થોડાં જ કલાકોમાં ખાબકી જાય તેમ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર