વડોદરા પાલિકાએ વચન તોડ્યુંઃ પતિ શહીદ થયા ત્યારે પુત્ર 6 માસનો હતો, હવે 11 વર્ષનો થયો, પાલિકાના ધક્કાથી માત્ર હંગામી નોકરી મળી

Webdunia
બુધવાર, 24 ઑગસ્ટ 2022 (10:59 IST)
ગુજરાત સરકાર દ્વારા શહીદ સૈનિકોના પરિવારને અપાતી સહાયની રકમ રૂપિયા એક લાખથી વધારીને એક કરોડ કરવામાં આવી છે. જ્યારે પરિવારને દર મહિને અપાતી એક હજારની સહાય વધારીને પાંચ હજાર રૂપિયા કરી છે. સરકારના આ નિર્ણયને આવકાર મળ્યો છે. પણ છેલ્લા 11 વર્ષમાં દેશની રક્ષા કાજે શહીદીને વરેલા વડોદરાના ત્રણ શહીદોના પરિવાર આજે પણ ખિન્ન છે.કારણ કે તે સમયે પાલિકા દ્વારા આપવામાં આવેલું પ્રોમિસ પૂરું કરાયું નથી. જેથી શહીદોના પરિવારમાં નિરાશા છે.

સરકાર ગેસના એક બોટલની કિંમત કરતાં પણ ઓછી એક હજાર રૂપિયાની સહાય આપે છે. એક શહીદના ભાઇએ પાલિકામાં બે-બે વાર રજૂઆત કરી પણ નોકરી ના મળતાં પ્રયાસો બંધ કરી દીધા છે. શહીદ દિપક પવારની પત્નીને ધક્કા ખાધા બાદ પાલિકામાં હંગામી નોકરી અપાઇ છે. આ અંગે મેયરે જણાવ્યુ કે, નોકરીની પાલિકાની પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્ય સરકારમાં મોકલી છે. શહીદનાં પત્નીને સમિતિની શાળામાં પ્રવાસી શિક્ષકની નોકરી અપાઇ છે.શહીદ સંજય સાધુનાં પત્ની અંજના સાધુએ કહ્યું હતું કે,મારા પતિ 2019માં આસામ બોર્ડર પર હતા. 18 ઓગસ્ટે સીમા પર ગોળીબારીમાં તે શહિદ થયા હતા. ત્યારે દિકરો દોઢ જ વર્ષનો હતો. 3 સંતાનોને ઉછેરવાના હતા. સંતાનોને મારી જરુર વધુ હોવાથી નોકરી શરુ નહોતી કરી. માજી સૈનિક ટ્રસ્ટ અને બીએસએફના પેન્શનથી સંતાનોને ઉછેરું છું.'

સંબંધિત સમાચાર

Next Article