ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ.

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2023 (08:15 IST)
Weather news- Weather news- આજે રાજ્યના 179 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ દ્વારકામાં નોંધાયો છે. આગામી બે ત્રણ દિવસ યથાવત્ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં આજે 71 તાલુકામાં 1 ઈંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
 
હવે ભારે વરસાદને કારણે પરિવહન સેવા પણ પ્રભાવિત થઈ છે. એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસની 264 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા, તાલાળા, માળિયા હટીના, માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી બસ સેવા સૌથી વધુ પ્રભાવિત થઈ છે.
 
હાલ સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ છે. જુનાગઢ, માળિયાહાટીની, ગીર સોમનાથ, સૂત્રાપાડા, વેરાવળ, તલાલામા ભારે વરસાદ છે. ચારેતરફ પાણી ભરાયા છે. જેથી સૌથી વધુ જૂનાગઢની અંદાજે 35 બસોની 250 ટ્રીપ રદ કરાઈ છે
 

સંબંધિત સમાચાર

Next Article