રાજ્યમાં MBBSની પ્રવેશ કાર્યવાહી મામલે થયેલ 3 અરજીને હાઈકોર્ટે ફગાવી

Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2022 (20:40 IST)
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ એટલે કે MBBSમાં પ્રવેશ કાર્યવાહીને પડકારતી અલગ-અલગ ત્રણ અરજીઓનો નિકાલ કરતા અરજદાર વિદ્યાર્થીઓની માંગને ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ત્રણ વિદ્યાર્થીઓએ પોતે મૂળ ગુજરાતના અને તેમની પાસે ડોમીસાઈલ સર્ટીફીકેટ હોવા છતાં સ્ટેટ ક્વોટના મેરીટ લીસ્ટમાં શમાવેશ કરવામાં આવ્યો ન હતો. જેની સામે 3 વિદ્યાર્થીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી
 
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠ સુનાવણી દરમિયાન નોંધ્યું કે 2 અરજદારના કિસ્સામાં જ્યારે ડોમિસાઈલ અંગેના કાયદામાં છૂટછાટ અપાઈ, તે સંદર્ભે વર્ષ 2020-21 સુધી તેઓ આ છૂટછાટ માટે લાયક હતા. પરંતુ તેમને એક વર્ષ ડ્રોપ લીધો હતો, જેથી હવે વર્ષ 2022 પ્રવેશ કાર્યવાહી
માટે તેઓ નવા કાયદા પ્રમાણે ધોરણ 10 અને 12 ગુજરાતમાં કરેલું હોવું ફરજિયાત છે. જ્યારે અન્ય એક કિસ્સામાં ડોમિસાઈલ અંગેનો કાયદો વર્ષ 2018માં અમલમાં આવ્યો હતો, તેમ છતાં અરજદાર વિદ્યાર્થીએ વર્ષ 2019માં ધોરણ 10નો અભ્યાસ કર્યો હતો. જેથી તે પણ ચાલુ વર્ષે MBBS અભ્યાસ માટે સ્ટેટ કવોટમાં હકદાર ન ગણી શકાય. 
 
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાલની ધોરણ 12 પછી મેડિકલમાં પ્રવેશ સામે કુલ ત્રણ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં બે વિદ્યાર્થીઓ એવા હતા, કે જેઓ ગત વર્ષે નિટની પરીક્ષા પાસ કરી હતી, જોકે તે સમયે નીટની પરીક્ષામાં સારા માર્ક ન આવી શકવાથી ફરીવાર 2 અરજદાર વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી, જેમાં તમને સારા માર્ક મેળવ્યા હતા અને ગુજરાતની સારી મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે સક્ષમ છે. જેથી તેઓને ગયા વર્ષે ડોમીસાઈલના કાયદા સંદર્ભે ની છૂટછાટ માં લાયક હતા, જે આ વર્ષે માન્ય રાખવામાં આવે. જોકે કોર્ટે તેને નકારી દીધી છે. જ્યારે અન્ય એક કિસ્સામાં વિદ્યાર્થીએ માત્ર ધોરણ 9 અને 10 અન્ય રાજયમાંથી કર્યું હતું, જેમાં ધોરણ 10 2019 માં પાસ કર્યું, જ્યારે ડોમીસાઈલનો નવો કાયદો 2017માં જ બની ગયો હતો.

સંબંધિત સમાચાર

Next Article