સુરતમાં રોગચાળો વકર્યો, એક મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2023 (15:48 IST)
surat news
સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં એક મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકીને છેલ્લા બે દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.

મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં દીપક મહતો પરિવાર સાથે રહે છે. દીપકની પત્નીએ એક મહિના પહેલા બાળકીને જન્મ આપ્યો હતો. બે દિવસ પહેલા બાળકી ખુશ્બુની તબિયત ખરાબ થઈ હતી અને તાવ આવી રહ્યો હતો. જેથી પરિવારજનો બાળકીને લઈ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ બાળકીની તબિયત વધુ લથડી હતી. ત્યારબાદ પરિવારજનો બાળકીને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બાળકીને PICU વિભાગમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી હતી. જોકે ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાળકીને પીએસયુ વિભાગમાંથી પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી રહી હતી, ત્યારે માતાના હૈયાફાટ રુદનથી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. એક મહિનાની બાળકી હોવાથી પોસ્ટમોર્ટમ વિના મુદ્દે પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો અને પરિવારે ભારે હૈયે બાળકીના મૃતદેહને લઈને રવાના થયો હતો.

સંબંધિત સમાચાર

Next Article