સ્પાની આડ ચાલતું હતું કુટણખાનું, થાઇલેંડની યુવતિઓ બોલાવીને કરતા હતા દેહ વેપાર, સંચાલક સહિત 9 લોકોની ધરપકડ

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (08:12 IST)
પોલીસે રવિવારે રાત્રે વીઆઇપી રોડ પર એટલાંટા બિઝનેસ હબના લક્સરી સલૂન એન્ડ વેલનેસ સ્પામાં ચાલી રહેલા દેહ વેપાર પર રોડ પાડી હતી. પોલીસે ત્યાંથી મેનેજર અને માલિક સહિત 9 લોકોની ધરપકડ કરી હતી. પોલીસને મળતી માહિતી અનુસાર પીએસઆઇ અશ્વિન કુવાડિયાને જાણકારી મળી હતી કે લક્સરી સલૂન એન્ડ વેલનેસ સ્પામાં બહારથી છોકરીઓને લાવીને દેહ વેપારનો ધંધો કરવામાં આવી રહી રહ્યો હતો.  
 
ત્યારબાદ પોલીસે બનાવટી ગ્રાહક બનીને પૈસા આપીને એક વ્યક્તિને મોકલ્યા. બનાવટી ગ્રાહક સ્પામાં ગયા અને દેહ વેપાર ચલાવવાની વાત સાબિત થતાં તેણે પોલીસને ઇશારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે સ્પામાં રેડ પાડી હતી. પોલીસે સ્પામાં કામ કરનાર 3 કર્મીઓ, સંચાલક અને ગ્રાહકો એમ કુલ 9 લોકોની ધરપકડ કરી છે. અંદર બનેલા 8 કેબિનમાં ગયા પછી ચારમાંથી થાઇલેંડથી આવેલી યુવતિઓ મળી હતી. 
 
પોલીસે ઘટનાસ્થળેથી 10 મોબાઇલ ફોન અને કેસ સહિત 3.47 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. સ્પાની અંદર ઉપયોગ કરવામાં આવેલી વધુ 19 આપત્તિજનક સામગ્રી પણ મળી હતી. આ મામલે સ્પાના માલિક જનક ઉર્ફે જોંટી રાજેન્દ્ર માટલીવાલા, મેનેજર અક્ષય સૂર્યકાંત ગાયકવાડ અને એક કર્મચારી રોહન રામમૂર્તિ વર્મા સાથે અન્ય છ ગ્રાહકોની પણ ધરપકડ કરી છે. 
 
પોલીસે યુવતીને નારી ગૃહમાં મોકલી દીધી છે અને તેમને રિપોર્ટ કરવાની કાર્યવાહી કરી હતી. તેમના પાસપોર્ટ પર માર્ક કરીને લખવામાં આવશે કે થાઇલેંડ પહોંચ્યા બાદ 10 વર્ષ સુધી આ તમામ ભારત આવી શકશે નહી. અહીં તમામ યુવતિઓ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. દેહ વેપાર ચલાવનાર સંચાલકે ભાડાની જગ્યા પર સ્પા શરૂ કર્યું હતું. તેના માટે ગ્રાહકો પાસેથી મળનાર હજાર રૂપિયામાંથી 500 રૂપિયા યુવતિઓને આપતો હતો. તે સોશિયલ મીડિયા પર મેસેજ કરી ગ્રાહકોને બોલાવતો હતો

સંબંધિત સમાચાર

Next Article